ગૌતમ ગંભીરે ડ્રેસિંગ રૂમના વિવાદ પર મૌન તોડ્યું, કોચ-ખેલાડીઓની ચર્ચા બહાર ન જવી જોઈએ

|

Jan 02, 2025 | 10:06 AM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે BGTની પાંચમી અને છેલ્લી મેચ શુક્રવારથી સિડનીમાં રમાશે. ટીમ ઈન્ડિયા સીરિઝમાં 1-2થી પાછળ છે. સિડનીમાં રમાનાર મેચ પહેલા ટીમ ઈન્ડિયામાં વિવાદના રિપોર્ટ સામે આવ્યા છે.

1 / 6
સિડની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ડ્રેસિંગ રુમ વિવાદ પર નિવેદન આપ્યું છે. તેમણે ગુરુવારના રોજ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કોચ અને ખેલાડીઓ વચ્ચેની ચર્ચા ડ્રેસિંગ રુમમાં જ રહેવી જોઈએ.ડ્રેસિંગ રુમમાં જ્યા સુધી ઈમાનદાર લોકો છે ત્યાં સુધી ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં છે.

2 / 6
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને છેલ્લી મેચ શુક્રવારના રોજ સિડનીમાં રમાશે. . ટીમ ઈન્ડિયા સીરિઝમાં 1-2થી પાછળ છે.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે ટીમ ઈન્ડિયાને સિડની ટેસ્ટ જીતવી પડશે.

3 / 6
તેમને શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી સીરિઝના પરિણામ પર પણ નિર્ભર રહેવું પડશે. જો શ્રીલંકા ઓસ્ટ્રેલિયાને 2-0 કે 1-0થી હરાવી દે છે. તો ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચવાનો રસ્તો સાફ થઈ જશે.

4 / 6
ડ્રેસિંગ રુમ વિવાદની વાત કરીએ તો એક વેબસાઈટે ખુલાસો કર્યો કે, ટીમ ઈન્ડિયામાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. મેલબોર્નમાં હાર બાદ ગૌતમ ગંભીર ખેલાડીઓ પર ગુસ્સે થયા હતા.

5 / 6
 તેના નિશાન પર સીનિયર ખેલાડીઓ પણ હતા. રિપોર્ટમાં એ પણ કહ્યું છે કે, કેટલાક ખેલાડીઓ ઈચ્છતા નથી કે પર્થમાં બુમરાહ કેપ્ટનશીપ કરે.

6 / 6
એક પ્રશ્નના જવાબમાં ગૌતમ ગંભીરે કહ્યું કે,ફાસ્ટ બોલર આકાશદીપ પાંચમી ટેસ્ટમાં રમી શકશે નહીં. તેણે કહ્યું, આકાશ પીઠની સમસ્યાને કારણે બહાર છે. આશા છે કે અમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવામાં સફળ રહીશું. આ સિરીઝમાં એવી ચર્ચા થવી જોઈએ કે, આપણે કઈ રીતે સીરિઝ રમ્યા છીએ.

Next Photo Gallery