Gary Kirsten resigns: પાકિસ્તાનને મોટો ઝટકો, ગેરી કર્સ્ટને કોચ પદેથી આપ્યું રાજીનામું

|

Oct 28, 2024 | 5:14 PM

ગેરી કર્સ્ટને પાકિસ્તાનની ટીમ છોડી દીધી છે. પાકિસ્તાનના વ્હાઈટ બોલ કોચ તરીકે કર્સ્ટનનો કોન્ટ્રાક્ટ 2 વર્ષ માટે હતો, જે 6 મહિનામાં પૂરો થયો. કર્સ્ટનના રાજીનામા પાછળનું કારણ PCB સાથે અણબનાવ હોવાનું માનવામાં આવે છે.

1 / 5
પાકિસ્તાનની ODI અને T20 ટીમના કોચ ગેરી કર્સ્ટને રાજીનામું આપી દીધું છે. ગેરી કર્સ્ટને આ વર્ષે એપ્રિલમાં પાકિસ્તાન ક્રિકેટ સાથે 2 વર્ષ માટે કરાર કર્યો હતો. પરંતુ, તે કરાર માત્ર 6 મહિનામાં જ સમાપ્ત થઈ ગયો છે. ગેરી કર્સ્ટનના રાજીનામાનું કારણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથેના તેમના મતભેદો હોવાનું માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ગેરી કર્સ્ટનનું રાજીનામું પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે કોઈ મોટા ઝટકાથી ઓછું નથી.

2 / 5
પાકિસ્તાનના વ્હાઈટ બોલ કોચના પદ પરથી રાજીનામું આપવા અંગે ગેરી કર્સ્ટન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે PCB સાથે અણબનાવ તેના નિર્ણયનું મુખ્ય કારણ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને કોચ વચ્ચે ઘણા મુદ્દાઓ પર મતભેદ ચાલુ રહ્યા. એવા અહેવાલો હતા કે ગેરી કર્સ્ટન ડેવિડ રીડને પાકિસ્તાનના હાઈ પરફોર્મન્સ કોચ બનાવવા માંગતા હતા, જેને PCB તરફથી સંમતિ મળી ન હતી. અને PCB જેને ઈ પરફોર્મન્સ કોચ તરીકે નિયુક્ત કરવા માંગતું હતું તે નામ કર્સ્ટનને સ્વીકાર્ય ન હતું.

3 / 5
ODI અને T20 ટીમના કોચ પદેથી કર્સ્ટનના રાજીનામાને મોહમ્મદ રિઝવાનની કેપ્ટન તરીકે નિયુક્તિ સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. એવા અહેવાલો છે કે કર્સ્ટન પાકિસ્તાન ક્રિકેટમાં આ વિકાસથી ખુશ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ટીમના ખેલાડીઓ સાથેના સંબંધોમાં કડવાશ પણ કર્સ્ટનના રાજીનામાનું એક મોટું કારણ હતું.

4 / 5
ગેરી કર્સ્ટનના રાજીનામાથી સ્પષ્ટ છે કે તેઓ હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ સાથે રહેશે નહીં. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે પાકિસ્તાનનો આગામી વ્હાઈટ બોલ કોચ કોણ હશે? PCBએ આ મોટા સવાલનો જવાબ ઝડપથી શોધવો પડશે, કારણ કે કર્સ્ટને એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી પણ દૂર નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PCB સમક્ષ પ્રથમ પસંદગી રેડ બોલ ટીમના કોચ જેસન ગિલેસ્પી હોઈ શકે છે.

5 / 5
પાકિસ્તાનનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 4 નવેમ્બરથી શરૂ થશે અને 18 નવેમ્બરે સમાપ્ત થશે. આ દરમિયાન પાકિસ્તાને ઓસ્ટ્રેલિયામાં 3 વનડે અને 3 T20 સિરીઝ રમવાની છે. (All Photo Credit : ICC/ICC via Getty Images)

Next Photo Gallery