ભારતને અન્ડર 19 વર્લ્ડ કપ જીતાડનાર બે કેપ્ટનને ટીમ ઈન્ડિયામાં ના મળ્યું સ્થાન, જાણો કોણ રહ્યું સૌથી સફળ?

અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતની ટીમ સુપર સિક્સ રાઉન્ડમાં પહોંચી ગઈ છે. ભારત અન્ડર-19 વર્લ્ડ કપ જીતવાનું પ્રબલ દાવેદાર છે. આ વર્ષે ભારતને ચેમ્પિયન બનાવવાની જવાબદારી કેપ્ટન ઉદય સહારન પર છે. આ ટુર્નામેન્ટ બાદ અનેક ખેલાડીઓ માટે નેશનલ ટીમના દરવાજા ખૂલી જાય છે. ખાસ કરીને કપ્તાનને તક મળવાના અને સફળ થવાના ચાન્સ વધુ હોય છે. જોકે ભારતને અન્ડર-19 વર્લ્ડ કપ જીતાડનાર પાંચ કેપ્ટનોમાંથી બે એવા કેપ્ટન છે જેમને ટીમ ઈન્ડિયામાં તક જ નથી મળી.

| Updated on: Jan 30, 2024 | 1:07 PM
4 / 5
2018માં પૃથ્વી શોની કેપ્ટન્સીમાં ભારતે ચોથી વાર અન્ડર-19 વર્લ્ડ કપનો જીત્યો હતો. ત્યારબાદ પૃથ્વીને ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં સ્થાન મળ્યું હતું. પરંતુ ખરાબ ફોર્મના કારણે તેને હાલના સમયમાં ટીમ ઈન્ડિયામાં તક મળી નથી. પૃથ્વી શો IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયામાં કમબેક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

5 / 5
ભારતે રેકોર્ડ પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ વર્ષ 2022માં યશ ધુલની કેપ્ટન્સીમાં જીત્યો હતો. જોકે ત્યારબાદથી અત્યારસુધી યશ ધુલ ભારતની નેશનલ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. યશ હજી 20 વર્ષનો છે અને તેની પાસે હજી ઘણો સમય છે. જેથી તે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવશે. પરંતુ હાલમાં તે બીજો અન્ડર 19 ચેમ્પિયન કેપ્ટન છે જે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શક્યો નથી.