
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમના સ્ક્વોડમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ આક્રમક અંદાજમાં જોવા મળશે. તેને સાથ આપવા માટે પ્લેઈંગ ઈલેવનમાં અર્શદીપ સિંહને પણ જોવા મળશે. હર્ષિત રાણાએ અત્યારસુધી માત્ર એક જ ટી20 મેચમાં કુલ 3 વિકેટ લીધી છે.

એશિયા કપ બાદ ભારતીય ટી20 વર્લ્ડકપ પહેલા આ ફોર્મેટમાં 15 વધુ મેચ રમાશે. સૂર્યકુમાર યાદવે કહ્યું ગત્ત વર્ષે ટી20 વર્લ્ડકપ બાદ આ પહેલી મોટી ટુર્નામેન્ટ છે. આ પછી ઘણી બધી T20 મેચો રમાશે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ