37 વર્ષની ઉંમરે પણ ‘હિટમેન’ રોહિત શર્માનો ICC રેન્કિંગમાં દબદબો યથાવત

|

Sep 11, 2024 | 4:19 PM

તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં રોહત શર્મા પાંચમા સ્થાને આવી ગયો છે, જ્યારે ODI ફોર્મેટમાં તે બીજા સ્થાને છે. રોહિત 37 વર્ષનો છે પરંતુ આ ખેલાડી વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે જે ICC ટેસ્ટ અને ODI રેન્કિંગમાં ટોપ-5માં છે.

1 / 5
ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ અને વનડે કેપ્ટન રોહિત શર્મા ભલે 37 વર્ષનો થઈ ગયો હોય પરંતુ તેનો કરિશ્મા હજુ પણ અકબંધ છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાને પોતાની કેપ્ટનશિપમાં T20 વર્લ્ડ કપ જીતાડનાર રોહિત હવે ICC રેન્કિંગમાં રાજ કરી રહ્યો છે. (Photo-PTI)

2 / 5
ICCએ બુધવારે નવી રેન્કિંગ જાહેર કરી જેમાં રોહિત શર્મા ટેસ્ટમાં નંબર 5 અને ODIમાં નંબર 2 પર યથાવત છે. (Photo-PTI)

3 / 5
રોહિત શર્મા વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે જે ODI અને ટેસ્ટ બંને રેન્કિંગમાં ટોપ-5માં છે. હવે રોહિત 8 દિવસ પછી ફરી મેદાનમાં ઉતરવાનો છે જ્યાં તે બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ રમતા જોવા મળશે. (Photo-PTI)

4 / 5
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી રોહિત શર્મા માટે આસાન નહીં હોય કારણ કે આ ટીમ સામે તેનો ટેસ્ટ રેકોર્ડ ઘણો ખરાબ છે. રોહિતે 3 ટેસ્ટમાં માત્ર 33 રન બનાવ્યા છે. (Photo-PTI)

5 / 5
રોહિત શર્મા પાંચ વર્ષ બાદ બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ રમશે. છેલ્લી વખત જ્યારે તે બાંગ્લાદેશ સામે ઈડન ગાર્ડન્સમાં ટેસ્ટ રમ્યો હતો ત્યારે તે માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. (Photo-PTI)

Next Photo Gallery