ભારતીય ક્રિકેટ ટીમ ઘરઆંગણે મેચ રમવા માટે તૈયાર છે. બંન્ને ટીમ વચ્ચે 22 જાન્યુઆરીના રોજ 5 મેચની T20I સીરિઝ શરુ થશે. કોલકત્તાના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ ઈર્ડન ગાર્ડનમાં પ્રથમ T20I સીરિઝ રમાશે. ઈર્ડન ગાર્ડનમાં 3 વર્ષ બાદ T20I મેચનું આયોજન કરવામાં આવ્યું છે.
બંગાળ ક્રિકેટ સંઘ પહેલી T20I મેચના આયોજનની તૈયારીમાં લાગ્યું છે. તો ચાલો જાણીએ પહેલી T20I મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20I સીરિઝની તમામ મેચનું સીધું પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર કરવામાં આવશે. ટીવી પર સ્ટાર સ્પોર્ટસની અલગ અલગ ચેનલ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ જોવા મળશે. આ સીરિઝનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે. ડીડી ફ્રી ડીશ પર લાઈવ મેચનું પ્રસારણ જોવા મળશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20I સીરિઝની તમામ મેચ ભારતીય સમયઅનુસાર સાંજે 7 કલાકે રમાશે. તેના અડધા કલાક પહેલા ટોસ થશે. T20I સીરિઝ બાદ બંન્ને ટીમ વનડે સીરિઝમાં આમને સામે થશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20I સીરિઝનું શેડ્યૂલ જુઓ,ભારત vs ઇંગ્લેન્ડ , પ્રથમ T20I : 22 જાન્યુઆરી,કોલકાતા,ભારત vs ઇંગ્લેન્ડ, બીજી T20I : 25 જાન્યુઆરી ,ચેન્નાઈ ,ભારત vs ઇંગ્લેન્ડ, ત્રીજી T20I : 28 જાન્યુઆરી , રાજકોટ,ભારત vs ઇંગ્લેન્ડ, ચોથીT20I : 31 જાન્યુઆરી, પુણે ,ભારત vs ઇંગ્લેન્ડ, પાંચમી T20I :02 ફેબ્રુઆરી, મુંબઈ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસકેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ , વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર).
ક્રિકેટ તેમજ રમતગમતને લગતી વધુ અપટેડ માટે ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર