ENG vs PAK: 10 વર્ષની કારકિર્દીમાં પહેલીવાર આવો દિવસ જોયો, પાકિસ્તાની ખેલાડીને આ 5 રનની કમી હંમેશા સતાવશે

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં આ પાકિસ્તાની ખેલાડીએ દબાણ વચ્ચે શાનદાર બેટિંગ કરી, પરંતુ સદીથી માત્ર 5 રન દૂર રહી ગયો. તેણે 148 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 95 રન બનાવ્યા પણ તે 5 રન માટે સદી ચૂકી ગયો. તેની કારકિર્દીમાં પહેલીવાર આ ખેલાડી નર્વસ 90માં આઉટ થયો હતો.

| Updated on: Sep 11, 2026 | 9:11 PM
1 / 8
ઈંગ્લેન્ડ-પાકિસ્તાન તીજી ટેસ્ટમાં  પાકિસ્તાનની બીજી ઇનિંગ્સમાં ટીમે એક પણ રન બનાવ્યા વિના બે વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે શાન મસૂદે મોરચો સંભાળ્યો.

2 / 8
મસૂદે યુવા અઝાન અવૈસ સાથે મળીને ત્રીજી વિકેટ માટે 125 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી.

3 / 8
આ ભાગીદારી સાથે પાકિસ્તાને શ્રેણીમાં કોઈપણ વિકેટ માટે પ્રથમ સદીની ભાગીદારી નોંધાવી અને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી.

4 / 8
અઝાન અવૈસ બાદ મસૂદે બાબર આઝમ સાથે પણ ઇનિંગ્સને આગળ વધારી અને પાકિસ્તાનને 200 રનનો આંકડો પાર કરાવ્યો.

5 / 8
શાન મસૂદ સદી તરફ મજબૂતીથી આગળ વધી રહ્યો હતો, પરંતુ 50મી ઓવરમાં તેની શાનદાર ઇનિંગ્સનો અચાનક અંત આવ્યો.

6 / 8
ગસ એટકિન્સને ઓફ સ્ટમ્પની બહાર શોર્ટ-ઓફ-લેન્થ બોલ ફેંક્યો, જેને મસૂદે રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેટની બહારની ધાર સાથે અથડાયો.

7 / 8
ચોથી સ્લિપમાં ઉભેલા ડેન લોરેન્સે જમણી તરફ ડાઇવ કરીને અદભુત કેચ પકડ્યો અને મસૂદને 95 રને પેવેલિયન પરત ફરવું પડ્યું.

8 / 8
આ સાથે મસૂદ પોતાની આઠમી ટેસ્ટ સદીથી માત્ર 5 રન દૂર રહી ગયો અને તેની 10 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પહેલીવાર 90ના સ્કોરમાં આઉટ થવાનો કડવો અનુભવ થયો. (PC:PTI/GETTY/X)

Published On - 9:11 pm, Fri, 11 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.