દુનિયાની સૌથી સુંદર અને સૌથી અમીર મહિલા ક્રિકેટર T20 વર્લ્ડ કપમાં ધમાલ મચાવવા તૈયાર
મહિલા T20 વર્લ્ડ કપ 3 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. મેદાનમાં 10 દેશની તમામ સ્ટાર ખેલાડીઓ રમશે. કોઈ સૌથી વધુ રન બનાવે છે તો કોઈ સૌથી વધુ વિકેટ લે છે. પરંતુ, શું તમે જાણો છો કે આ વખતે T20 વર્લ્ડ કપ રમી રહેલી કઈ મહિલા ખેલાડી સૌથી અમીર છે? વિરાટ કોહલી પુરૂષ ક્રિકેટરોમાં સૌથી વધુ કમાણી કરે છે. પરંતુ, સૌથી અમીર મહિલા ક્રિકેટરની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાની એલિસા પેરીનું નામ સૌથી ઉપર આવે છે.