
આઈપીએલમાં હવે બોલરને એક ઓવરમાં 2 બાઉન્સર નાંખવાની અનુમતિ રહેશે. જ્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક ઓવરમાં એક જ બાઉન્સર નાંખવાનો નિયમ છે, પરંતુ આઈપીએલમાં આ વખતે નિયમ બદલવામાં આવ્યો છે. આ પહેલા ભારતીય ડોમેસ્ટ્રીક ટી 20 ટૂર્નામેન્ટ, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ નિયમનો ઉપયોગ થઈ ચૂક્યો છે. આ નિયમથી મેચમાં રોમાંચ વધશે.

આઈપીએલમાં સૌથી ચર્ચિત નિયમ સ્માર્ટ રિવ્યુ સિસ્ટમ લાગુ થશે. જે ખુબ ચર્ચામાં છે. આ નિયમથી અમ્પાયરને મદદ મળશે.ક્રિકઈન્ફો વેબસાઈટ મુજબ હવે ટીવી અમ્પાયર અને હોક આઈ ઓપરેટર્સ એક જ રુમમાં બેસવાનું રહેશે. આનાથી નિર્ણય આપવામાં ટીવી અમ્પાયરને ખુબ મદદ મળશે.