
સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન પણ અંડર 19 વર્લ્ડકપમાં તેની બેટિંગથી ધમાલ મચાવી હતી. નૌશાદ ખાનના પુત્રોના શાનદાર પ્રદર્શનથી પિતા ખુબ જ ખુશ છે.સરફરાઝ ખાન ફરી ચર્ચામાં આવ્યો જ્યારે તેણે હેરિસ શીલ્ડ મેચમાં 421 બોલમાં 439 રન બનાવીને સચિન તેંડુલકરનો 45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

સરફરાઝ જમણા હાથનો બેટ્સમેન અને બોલર પણ છે. તેણે 2014 અને 2016માં ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાંનો એક છે.

સરફરાઝ ખાને 6 ઓગસ્ટના રોજ કાશ્મીરના શોફિયામાં રહેતી રોમાના સાથે લગ્ન કર્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ બંન્નેની પહેલી મુલાકાત દિલ્હીમાં થઈ હતી. સરફરાઝ ખાનની પત્ની ખુબ જ સુંદર છે.

સરફરાઝ નૌશાદ ખાનનો જન્મ 22 ઓક્ટોબર 1997ના રોજ મુંબઈમાં થયો હતો.જે ભારતીય ક્રિકેટર છે જે રણજી ટ્રોફીમાં મુંબઈ માટે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે.

જ્યારે તેણે વર્ષ 2015માં ફ્રેન્ચાઇઝી RCB માટે IPLમાં સામેલ થયો, ત્યારે તે IPL મેચ રમવા માટે માત્ર 17 વર્ષ અને 177 દિવસની ઉંમરનો સૌથી યુવા ખેલાડી હતો.

તેમનું કોચિંગ નાની ઉંમરે શરૂ થયું જ્યારે તેમના પિતાએ બોલને સારી રીતે ટાઇમિંગ કરવાની તેમની પ્રતિભા શોધી કાઢી. ચોમાસાની સ્થિતિમાં તેમના માટે તેમના ઘરેથી ગ્રાઉન્ડ સુધી પહોંચવું મુશ્કેલ હતું, તેથી પ્રેક્ટિસ માટે તેમના ઘરની બાજુમાં સિન્થેટિક પીચ બનાવી હતી. ક્રિકેટના કારણે તે 4 વર્ષ સુધી શાળામાં જઈ શક્યો ન હતો, તેથી તેના ગણિત અને અંગ્રેજી માટે પ્રાઈવેટ ટ્યુશન રાખ્યું હતુ.
Published On - 9:45 am, Thu, 15 February 24