
ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને તેની પત્ની સંજના ગણેશનના લગ્નને 2 વર્ષ વીતી ગયા છે. પરંતુ આ કપલની લવસ્ટોરી અદ્દભુત છે. બુમરાહે પોતે આ અંગે ખુલાસો કર્યો હતો. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, જ્યારે તે અને સંજના પહેલીવાર મળ્યા ત્યારે બંન્નેની પહેલી મુલાકાત ખાસ રહી ન હતી. બુમરાહે કહ્યું કે બંને પહેલીવાર 2019 ICC ODI વર્લ્ડ કપ દરમિયાન મળ્યા હતા. સંજના તે સમયે સ્પોર્ટ્સ પ્રેઝન્ટર તરીકે વર્લ્ડ કપ કવર કરતી હતી.

મહારાષ્ટ્રના પુણેની રહેવાસી સંજનાએ સ્પોર્ટ્સ પ્રેઝન્ટર પહેલા મોડલિંગમાં ઘણું નામ કમાવ્યું હતું. આઈપીએલ ઉપરાંત તેણે બેડમિન્ટન પ્રીમિયર લીગમાં પ્રેઝન્ટર તરીકે પણ કામ કર્યું છે.પ્રથમ મુલાકાત વિશે જણાવતાં બુમરાહે કહ્યું, “જ્યારે હું સંજનાને પહેલીવાર મળ્યો ત્યારે મને તે ઘમંડી લાગી.

પરંતુ બાદમાં બંન્ને એકબીજાને મળવા લાગ્યા, અને સારા મિત્રો બની ગયા. ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બુમરાહે કહ્યું, સંજના વિશે સૌથી મહત્વની વાત એ છે કે તેને રમતની ઘણી સમજ છે. તે સમજે છે કે ખેલાડી શુંમાંથી પસાર થઈ રહ્યો છે અને તેને ક્યારે શું જોઈએ છે.

2019માં બુમરાહ અને સંજના વચ્ચે અફેર શરૂ થયું હતું. બે વર્ષ પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. સંજના અને બુમરાહે 15 માર્ચ 2021ના રોજ ગોવામાં ધૂમધામથી લગ્ન કર્યા હતા. કોરોનાને કારણે આ લગ્નમાં માત્ર તેમના પરિવારજનો અને કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી. (all photo : Bumrah instagram)
Published On - 1:08 pm, Sat, 19 August 23