
IPLમાં અદાણી ગ્રુપનો રસ કોઈથી છૂપો નથી. 2022માં BCCIએ બે નવી ટીમો વેચી ત્યારે અદાણી ગ્રુપ અમદાવાદ ટીમ ખરીદવાથી સહેજ માટે રહી ગયું હતું. જિંદાલ ગ્રુપ દિલ્હી કેપિટલ્સમાં 50 ટકા હિસ્સો ધરાવે છે અને જો તે RCB માટે બોલી લગાવે છે તો તેમણે DC છોડવી પડશે.

RCB ખરીદવામાં સૌથી મોટું પરિબળ તેની કિંમત છે. Diageo US$2 બિલિયન બોલી લગાવી રહ્યું છે, અને IPL ફ્રેન્ચાઈઝીની આટલી મોટી કિંમત આપી શકાય કે નહીં તે મોટો સવાલ છે. જો કે JioStar ની 500 મિલિયન સબ્સ્ક્રાઈબર્સ પુરા થયાની જાહેરાત RCBની કિંમતમાં વધારો કરી શકે છે.

અહેવાલો અનુસાર ડિયાજિયોએ વેચાણ અંગે સલાહ આપવા માટે સિટી સહિત બે ખાનગી બેંકોને રાખ્યા છે. આ વ્યવહાર પૂર્ણ થશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી, કારણ કે ડિયાજિયોની ભારતીય કંપની તેના પક્ષમાં નથી. કેટલાક અધિકારીઓ આ બાબતે ચર્ચા કરવા યુકે પણ ગયા હતા. (PC: PTI)