
ચેતેશ્વર પુજારાથી પૂજા પબારી 6 વર્ષ નાની છે અને તેનો જન્મ 16 સપ્ટેમ્બર 1993ના રોજ થયો છે. પુજાએ રિટેલ મેનેજમેન્ટમાં એમબીએ કર્યું છે અને એચઆર હેડ તરીકે કામ કર્યું છે. પુજા એક બિઝનેસવુમન પણ છે.

ચેતેશ્વર પુજારા અને પૂજાએ 6 નવેમ્બર 2012ના રોજ સગાઈ કરી અને 13 ફેબ્રુઆરી 2013ના રોજ લગ્ન કર્યા હતા. બંન્નેએ 23 ફેબ્રુઆરી 2018ના રોજ એક દીકરીનું સ્વાગત કર્યું હતુ. જેનું નામ અદિતિ રાખ્યું છે.

તેમણે લખ્યું, "ક્રિકેટ વિશે કંઈ ન જાણવાથી લઈને તમારી સાથે આ રમતને સમજવા અને પ્રેમ કરવા સુધીની સફર મારા માટે જીવનનો એક સાચો પાઠ રહ્યો છે. મને મેદાન પર તમને ઉત્સાહિત કરવાની, તમારી દિનચર્યા જોવાની અને મેચ કે સીરિઝ પહેલાનું વાતાવરણ હું મિસ કરીશ.