
જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધી ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને ધ્યાનમાં લઈએ તો ભારતને હારનો સામનો કરવો પડે તેવી આશા ઓછી છે. ભારત અત્યાર સુધીની બધી મેચ જીતીને ફાઈનલમાં પહોંચ્યું છે. ટીમ ઈન્ડિયાએ દુબઈમાં બધી મેચ જીતી પણ છે. એનો અર્થ એ થયો કે જ્યાં ફાઈનલ થવાની છે ત્યાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ જોરદાર રહ્યું છે. મોટી વાત એ છે કે ટુર્નામેન્ટ દરમિયાન દુબઈમાં જીતેલી ચાર મેચમાંથી એક મેચ ન્યુઝીલેન્ડ સામે પણ હતી, જે ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં રમી હતી.

દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમનો રેકોર્ડ સારો છે. પરંતુ, જ્યારે ICC ઈવેન્ટ્સની ફાઈનલની વાત આવે છે, ત્યારે ન્યુઝીલેન્ડ મજબૂત દેખાય છે. ન્યુઝીલેન્ડની ટીમે અત્યાર સુધીમાં ભારત સામે બે ICC ઈવેન્ટની ફાઈનલ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. આ બેમાંથી એક વર્ષ 2000ની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ છે અને બીજી વર્ષ 2021ની WTC ફાઈનલ છે. (All Photo Credit : PTI / X / ICC)
Published On - 4:03 pm, Fri, 7 March 25