
ઈંગ્લેન્ડે માત્ર 30 રનમાં 2 વિકેટ ગુમાવી દીધા બાદ ક્રીઝ પર આવેલા જો રૂટે પહેલા બેન ડકેટ સાથે અડધી સદીની ભાગીદારી કરી અને પછી કેપ્ટન જોસ બટલર સાથે 83 રન ઉમેર્યા. આ બેટ્સમેનો આઉટ થઈ ગયા પરંતુ રૂટ મક્કમ રહ્યો અને 42મી ઓવરમાં 1 રન લઈને પોતાની સદી પૂર્ણ કરી.

રૂટની આ સદી 2019ના વર્લ્ડ કપ પછી આવી છે. બરાબર 2084 દિવસની રાહ પૂરી થઈ દિવસ પહેલા, તેણે 14 જૂને વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 100 રનની ઇનિંગ રમી હતી. ત્યારથી, તે આ ફોર્મેટમાં સતત સદી ચૂકી રહ્યો હતો. હવે, મુશ્કેલ સમયે, તેણે આ રાહનો અંત લાવ્યો. (All Photo Credit : PTI / X)
Published On - 10:41 pm, Wed, 26 February 25