PTIના અહેવાલ મુજબ, ICCએ 26 નવેમ્બર, મંગળવારના રોજ જાહેરાત કરી હતી કે તેની બોર્ડની બેઠક શુક્રવાર, 29 નવેમ્બરના રોજ મળશે, જેમાં ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલને મંજૂરી આપવામાં આવશે. આ એક વર્ચ્યુઅલ મીટિંગ હશે, જેમાં બોર્ડના તમામ સભ્યો ઓનલાઈન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે. ICC બોર્ડને તેનો સૌથી શક્તિશાળી ભાગ માનવામાં આવે છે, જ્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સાથે જોડાયેલા દરેક નિર્ણય પર અંતિમ નિર્ણય લેવામાં આવે છે. ચેમ્પિયન્સ ટ્રોફી સાથે પણ આવું જ થશે.