
ભારતીય ટીમ 15 ઓગસ્ટથી શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આ શ્રેણી કેએલ રાહુલ માટે ખાસ રહેશે, કારણ કે તેની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક છે.

કેએલ રાહુલ અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં કુલ 9,830 રન બનાવી ચૂક્યો છે. એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કરવા માટે તેને માત્ર 170 રનની જરૂર છે. શ્રીલંકા સામેની શ્રેણીમાં તે આ આંકડો પાર કરી શકે છે.

કેએલ રાહુલની આ સિદ્ધિ એટલા માટે ખાસ હશે કારણ કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક પણ બોલ ફેંક્યા વિના 10,000 રન બનાવનાર પ્રથમ ભારતીય બની શકે છે.

બોલિંગ કર્યા વિના ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડીઓમાં કેએલ રાહુલ 9,830 રન સાથે ટોચ પર છે. તેના પછી અજિંક્ય રહાણે 8,414, રિષભ પંત 5,637 અને ઈશાન કિશન 2,793 રન સાથે છે.

કેએલ રાહુલે ભારત માટે 68 ટેસ્ટમાં 4,153, 98 વનડેમાં 3,412 અને 72 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 2,265 રન બનાવ્યા છે. હવે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં માત્ર 170 રન બનાવીને તે ભારતીય ક્રિકેટમાં એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. (PC:PTI/X)