Yuzvendra Chahal: ચહલે T20 ક્રિકેટમાં ખાસ સિદ્ધિ હાંસલ કરી, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો

યુઝવેન્દ્ર ચહલ ભલે અત્યારે ટીમ ઈન્ડિયાની બહાર હોય, પરંતુ T20 ક્રિકેટમાં તેની બોલિંગનો જાદુ યથાવત્ છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હરિયાણા તરફથી રમતાં ચહલે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે. આ સાથે તે T20 ફોર્મેટમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બન્યો છે.

| Updated on: Nov 18, 2026 | 7:28 PM
1 / 8
ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર ચાલી રહેલા અનુભવી લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે T20 ક્રિકેટમાં એક ખાસ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

2 / 8
ભારતના સૌથી સફળ T20 બોલરોમાંના એક યુઝવેન્દ્ર ચહલે T20 ફોર્મેટમાં 400 વિકેટો લઈને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

3 / 8
યુઝવેન્દ્ર ચહલે પોતાની 346મી T20 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી અને 400 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો હતો.

4 / 8
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હરિયાણા તરફથી રમતા ચહલે તમિલનાડુના અમિત સાત્વિકને બોલ્ડ કરીને પોતાની 400મી T20 વિકેટ ઝડપી હતી. તેણે મેચમાં ત્રણ વિકેટ લીધી હતી.

5 / 8
ચહલે ટીમ ઈન્ડિયા માટે 80 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 96 વિકેટ લીધી છે.

6 / 8
233 વિકેટ સાથે ચહલ IPLના ઇતિહાસનો સૌથી સફળ બોલર છે.

7 / 8
યુઝવેન્દ્ર ચહલ IPLમાં પંજાબ કિંગ્સ ટીમમાં સામેલ છે અને ટીમનો મુખ્ય સ્પિન બોલર છે.

8 / 8
IPL 2027માં યુઝવેન્દ્ર ચહલ પર બધાની નજર રહેશે. IPL 2027માં સૌથી વધુ વિકેટ લઈ પંજાબ કિંગ્સને પહેલીવાર IPL ચેમ્પિયન બનાવવાનું ચહલનું લક્ષ્ય છે. (PC: PTI/Getty Images)

Follow Us
Loading...
Unable to load recommendations.