Breaking News: 21 વર્ષની ભારતીય ખેલાડીનો કમાલ, માત્ર 14 મહિનામાં વિશ્વની નંબર-1 T20 બોલર બની

ટીમ ઈન્ડિયાની ડાબા હાથની સ્પિનરે પોતાના ડેબ્યૂના 14 મહિના પછી જ નંબર વન T20 બોલર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સ્પિનરે T20 વર્લ્ડ કપમાં માત્ર ત્રણ મેચમાં 10 વિકેટ પણ લીધી હતી અને હવે લેટેસ્ટ રેન્કિંગમાં તે નંબર 1 બોલર બની ગઈ છે.

| Updated on: Jun 23, 2026 | 6:54 PM
1 / 5
ટીમ ઈન્ડિયાની ડાબોડી સ્પિનર ​​શ્રી ચરણી પહેલાથી જ મહિલા T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે, અને હવે તેની પ્રતિભા ICC T20 રેન્કિંગમાં પણ પ્રતિબિંબિત થઈ છે. 21 વર્ષીય આ ખેલાડીએ વિશ્વની નંબર 1 બોલર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

2 / 5
23 જૂનના રોજ જાહેર થયેલા ICC રેન્કિંગમાં શ્રી ચરણી એક સ્થાન આગળ વધીને નંબર 1 ખેલાડી બની ગઈ છે. શ્રી ચરણી 753 રેટિંગ પોઈન્ટ સાથે ટોચના સ્થાને પહોંચી છે, જ્યારે ચાર્લી ડીન 733 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

3 / 5
શ્રી ચરણીએ 12 મહિનાથી ઓછા સમયમાં T20 ક્રિકેટમાં નંબર 1 રેન્કિંગ હાંસલ કર્યું છે. તેણીએ 28 જૂન, 2025 ના રોજ T20 માં ડેબ્યૂ કર્યું હતું અને આટલા ઓછા સમયમાં સફળતાના શિખર પર પહોંચી ગઈ છે. શ્રી ચરણીએ ટીમ ઈન્ડિયા માટે 23 T20 મેચોમાં 38 વિકેટ લીધી છે.

4 / 5
શ્રી ચરણી આંધ્રપ્રદેશના કડપા જિલ્લાની રહેવાસી છે. તે તેના મામાના કારણે એક પ્રોફેશનલ ક્રિકેટર બની હતી. તેના પરિવારે પણ તેની કારકિર્દીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સગા-સંબંધીઓએ ચરણીને ક્રિકેટ રમવા અને વાળ ટૂંકા રાખવા બાબતે સવાલો કરતા હતા. તે ઘણીવાર આ સવાલોથી પરેશાન થતી હતી, પરંતુ હવે આ ખેલાડીએ નંબર વન બોલર બનીને બધાને ચૂપ કરી દીધા છે.

5 / 5
શ્રી ચરણીએ મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે પાકિસ્તાન સામે ત્રણ, નેધરલેન્ડ સામે ચાર અને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ વિકેટ લીધી હતી અને માત્ર ત્રણ જ મેચમાં 10 વિકેટ લઈ વર્લ્ડ કપમાં ધમાલ મચાવી દીધી છે. (PC: Getty Images)

Follow Us