Breaking News: કિંગ કોહલીની વધુ એક ‘વિરાટ’ સિદ્ધિ, નંબર-3 પર 13000 રન બનાવનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો

વિરાટ કોહલી ભલે પોતાની કારકિર્દીના અંતિમ તબક્કામાં હોય, પરંતુ મેદાન પર તેનો રેકોર્ડ બનાવવાનો સિલસિલો અટક્યો નથી. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં તેણે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. કોહલીએ એવો આંકડો પાર કર્યો છે, જ્યાં સુધી પહોંચવું વિશ્વના કોઈ અન્ય બેટ્સમેન માટે હજુ શક્ય બન્યું નથી.

| Updated on: Nov 04, 2026 | 4:47 PM
1 / 8
કારકિર્દીના અંતિમ તબક્કામાં પણ વિરાટ કોહલી મેદાનમાં ધમાલ મચાવી રહ્યો છે અને રેકોર્ડ બનાવી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં તેણે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.

2 / 8
ઓકલેન્ડમાં રમાયેલી ODI શ્રેણીની પ્રથમ મેચમાં કોહલીએ 12 રન બનાવતાં જ વનડે ક્રિકેટમાં નંબર-3 પર બેટિંગ કરીને 13 હજાર રન પૂરા કર્યા.

3 / 8
આ સિદ્ધિ મેળવનાર કોહલી વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેણે માત્ર 251 ઇનિંગ્સમાં આ આંકડો પાર કર્યો છે.

4 / 8
નંબર-3 પર બેટિંગ કરતાં કોહલીની સરેરાશ 61થી વધુની રહી છે. આ દરમિયાન તેણે 48 સદી અને 69 અડધી સદી પણ ફટકારી છે.

5 / 8
વનડેમાં નંબર-3 પર સૌથી વધુ રન બનાવવા મામલે ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ 12,662 રન સાથે કોહલી બાદ બીજા ક્રમે છે.

6 / 8
હાલના ખેલાડીઓની વાત કરીએ તો પાકિસ્તાનનો બાબર આઝમ 6,054 રન સાથે કોહલીની સૌથી નજીક છે. જોકે, બંને વચ્ચે રનનો મોટો તફાવત છે.

7 / 8
કોહલીની આ સિદ્ધિ તેની લાંબી કારકિર્દી, સતત સારા પ્રદર્શન અને નંબર-3 પરની સફળતાને દર્શાવે છે. આ સ્થાન પર તેણે વર્ષો સુધી ભારતીય બેટિંગને મજબૂતી આપી છે.

8 / 8
હવે સવાલ એ છે કે ભવિષ્યમાં કોઈ બેટ્સમેન કોહલીનો આ રેકોર્ડ  તોડી શકશે કે નહીં? કોહલીના આંકડા જોતાં આ સિદ્ધિ સુધી પહોંચવું સરળ નહીં હોય. (PC:PTI/GETTY/X/BCCI)

Published On - 4:47 pm, Wed, 4 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.