
વૈભવ સૂર્યવંશીનું નામ હજુ ક્રિકેટ જગતમાં ગુંજી રહ્યું છે, ત્યાં તેના નાના ભાઈ આશીર્વાદ સૂર્યવંશીએ પણ પોતાની બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે.

માત્ર 10 વર્ષના આશીર્વાદે બિહારના સમસ્તીપુરમાં રમાયેલી સ્થાનિક પ્રેક્ટિસ મેચમાં 87 બોલમાં 103 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 20 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થયો હતો.

આશીર્વાદની આ ઇનિંગની માહિતી તેના મોટા ભાઈ ઉજ્જવલ સૂર્યવંશીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આશીર્વાદનો ફોટો અને સ્કોરકાર્ડ પોસ્ટ કરીને તેની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી હતી.

વૈભવની તુલનામાં આશીર્વાદની બેટિંગ શૈલી વધુ સંયમિત અને પરિપક્વ હોવાનું માનવામાં આવે છે. નાની ઉંમરમાં તેણે લાંબી ઇનિંગ રમવાની ક્ષમતા દર્શાવી છે.

આશીર્વાદના પિતા સંજીવ સૂર્યવંશીએ પણ પુત્રની સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર ચાહકોને પ્રેમ અને આશીર્વાદ આપવા અપીલ કરી હતી. હવે ક્રિકેટ ચાહકોની નજર સૂર્યવંશી પરિવારના આ નવા ઉગતા સ્ટાર પર રહેશે. (PC:AI/X/INSTAGRAM)
Published On - 7:59 pm, Fri, 12 June 26