
વેસ્ટ ઈન્ડિઝ સામે ચોથી T20Iમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ હતી. જોકે આ મેચમાં ભારતીય ટીમે છગ્ગા ફટકારવા મામલે એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો હતો.

ત્રણ વખતની T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ T20I માં 2,000 છગ્ગા પૂરા કર્યા હતા.

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20Iમાં સંજુ સેમસનના સિક્સર સાથે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ પછી આ સિદ્ધિ મેળવનારી માત્ર બીજી ટીમ બની હતી.

સ્ટાર ઓપનર અભિષેક શર્માએ પણ ટીમ ઈન્ડિયાને આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, અને સૌથી વધુ છગ્ગા ફટકારવાનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

અભિષેકે આ ઇનિંગમાં ફક્ત એક જ સિક્સર ફટકારી, પરંતુ આ એક છગ્ગાની સાથે તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો.

2026માં અભિષેકનો આ 69મો છગ્ગો હતો, આ સાથે તેણે ભૂતપૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો હતો.

સૂર્યાએ 2022માં 68 છગ્ગા ફટકાર્યા હતા. 54 છગ્ગા સાથે ત્રીજા ક્રમે પણ અભિષેક જ છે. (PC: PTI)
Published On - 9:19 pm, Thu, 15 October 26