
ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં બોલિંગમાં માસ્ટર રહેલા સ્પિનર આર અશ્વિનને એક મોટું સન્માન મળવાનું છે.

110 વર્ષ જૂના ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અશ્વિનના નામે એક સ્ટેન્ડ બનાવવામાં આવશે.

આર અશ્વિન ઉપરાંત ભૂતપૂર્વ ક્રિકેટરો કે શ્રીકાંત અને એસ વેંકટરાઘવનના નામ પર પણ સ્ટેન્ડનું નામ રાખવામાં આવશે.

12 ડિસેમ્બરે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે પર્થ સ્કોર્ચર્સ અને મેલબોર્ન રેનેગેડ્સ વચ્ચે BBLના ઉદ્ઘાટન મેચ પહેલા સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અશ્વિન અને શ્રીકાંત આ કાર્યક્રમમાં હાજર રહેશે.

આર અશ્વિનને ભારત માટે 106 ટેસ્ટ મેચોમાં 537 વિકેટ લીધી હતી. અશ્વિને વનડેમાં 156 અને T20માં 72 વિકેટ લીધી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિને 3503 રન બનાવ્યા છે, જેમાં 6 સદીનો સમાવેશ થાય છે.

કે શ્રીકાંતે ભારત માટે 43 ટેસ્ટમાં 2,062 રન અને 146 વનડેમાં 4,091 રન બનાવ્યા હતા.

એસ વેંકટરાઘવને ભારત માટે 57 ટેસ્ટમાં 156 વિકેટ, અને 15 વનડેમાં 5 વિકેટ પણ લીધી હતી. (PC-PTI)