
ટીમ ઈન્ડિયાના ODI અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે ઈંગ્લેન્ડ ODI શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ તેમ છતાં તે નંબર વન ODI બેટ્સમેન બનવામાં નિષ્ફળ ગયો.

ગિલ લેટેસ્ટ ICC ODI રેન્કિંગમાં બેટ્સમેનોના રેન્કિંગમાં બીજા ક્રમે છે. શુભમન ગિલ ફક્ત એક પોઈન્ટથી પ્રથમ સ્થાનથી ચૂકી ગયો હતો.

શુભમન ગિલ 801 રેટિંગ પોઈન્ટ સાથે ICC ODI રેન્કિંગમાં બીજા ક્રમે છે, જ્યારે ન્યૂઝીલેન્ડનો ડેરિલ મિશેલ 802 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે.

શુભમન ગિલે છેલ્લી બે મેચમાં 107 રન બનાવ્યા હોવા છતાં બે પોઈન્ટ ગુમાવ્યા. ઈંગ્લેન્ડ સામેની પહેલી વનડે પછી તેના 803 રેટિંગ પોઈન્ટ હતા, પરંતુ બીજી અને ત્રીજી વનડે પછી બે પોઈન્ટ ઘટીને 801 થઈ ગયા.

શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણીમાં ત્રણ મેચમાં 94 ની સરેરાશથી 188 રન બનાવ્યા. તેણે તે ત્રણ મેચમાં બે અડધી સદી ફટકારી અને તેનો સ્ટ્રાઈક રેટ 99.47 રહ્યો. (PC-PTI)