Breaking News : ન્યૂઝીલેન્ડ સીરિઝ પહેલા રવિન્દ્ર જાડેજાએ બતાવ્યો દમ, રણજી ટ્રોફીમાં ફટકારી દમદાર સદી

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રણજી ટ્રોફીમાં મેચમાં દમદાર સદી ફટકારી હતી. સૌરાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચેની મેચમાં જાડેજાએ પોતાનો બેટિંગ પાવર બતાવ્યો અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 16મી સદી ફટકારી હતી. આ સદીથી જાડેજા એ પણ સાબિત કર્યું કે તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે તે સંપૂર્ણપણે તૈયાર છે.

| Updated on: Oct 12, 2026 | 7:24 PM
1 / 9
નવી રણજી ટ્રોફી સિઝન શરૂ થતાં જ બધાની નજર રવિન્દ્ર જાડેજા પર હતી. ફેન્સને તેના પર અપેક્ષાઓ ઘણી વધારે હતી અને ભારતના સૌથી અનુભવી ઓલરાઉન્ડરે તેના ચાહકોને નિરાશ ન કર્યા.

2 / 9
સૌરાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચેની મેચમાં રવિન્દ્ર જાડેજાએ દમદાર સદી ફટકારી. જાડેજાની સદીએ પણ સાબિત કર્યું કે તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે સંપૂર્ણપણે તૈયાર છે.

3 / 9
2026-27 રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ છત્તીસગઢ સામે 209 બોલમાં 102 રન બનાવ્યા હતા. જાડેજાની સદી, જે 141 ડોટ બોલમાં આવી હતી, તેમાં ફક્ત સાત ચોગ્ગાનો સમાવેશ થતો હતો.

4 / 9
આ રવિન્દ્ર જાડેજાની 16મી ફર્સ્ટ ક્લાસ સદી હતી. 151મી મેચની 224મી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ આ સદી ફટકારી હતી.

5 / 9
રવિન્દ્ર જાડેજાએ માત્ર સદી જ નહીં પરંતુ તેની ઇનિંગ દરમિયાન એક મોટી ભાગીદારી પણ કરી. જાડેજાએ પ્રેરક માંકડ સાથે પાંચમી વિકેટ માટે 297 બોલમાં 205 રનની ભાગીદારી કરી, જે સૌરાષ્ટ્ર માટે અત્યાર સુધીની સૌથી વધુ ભાગીદારી છે.

6 / 9
પ્રેરક માંકડે આ ભાગીદારી દરમિયાન સદી પણ ફટકારી. તેણે 150 બોલમાં 129 રન બનાવ્યા, જેમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.

7 / 9
રવિન્દ્ર જાડેજા અને પ્રેરક માંકડની સદીની ઇનિંગ્સ અને તેમની બેવડી સદીની ભાગીદારીના પરિણામે સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ બેટિંગ કરતા 392 રન બનાવ્યા.

8 / 9
ભારતની ટેસ્ટ ટીમમાં નિયમિત સામેલ ઘણા ખેલાડીઓ રણજી ટ્રોફી મેચ રમી રહ્યા છે, જોકે આ બધામાં અત્યાર સુધી ફક્ત રવિન્દ્ર જાડેજા જ સફળ રહ્યો છે. ભારતીય ટેસ્ટ ટીમના બાકીના ખેલાડીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

9 / 9
ટીમ ઈન્ડિયા આ વર્ષે નવેમ્બરમાં ટેસ્ટ શ્રેણી માટે ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાની છે. તે પ્રવાસ પહેલા સદી ફટકારીને, રવિન્દ્ર જાડેજાએ પોતાનું ફોર્મ સાબિત કર્યું છે. (PC:PTI/X)

Follow Us
Loading...
Unable to load recommendations.