Breaking News: ટીમ ઈન્ડિયામાં અચાનક નવા ખેલાડીની એન્ટ્રી, ઈશાનની જગ્યાએ સામેલ, પ્લેઇંગ-11માં મળશે તક?

ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20I પહેલાં ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. ઈશાન કિશન ઈજાને કારણે મેચમાંથી બહાર થતાં 21 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેનને કવર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડી હાલમાં ક્રાઇસ્ટચર્ચમાં જ છે અને ભારત A સાથે ન્યૂઝીલેન્ડ પહોંચ્યો હતો. હવે તેને સિનિયર ટીમમાં ડેબ્યૂની તક મળે છે કે નહીં, તેના પર સૌની નજર છે.

| Updated on: Oct 23, 2026 | 9:37 PM
1 / 8
ભારતે પ્રથમ T20Iમાં ન્યૂઝીલેન્ડને હરાવીને શ્રેણીમાં શાનદાર શરૂઆત કરી હતી. જોકે, બીજી મેચ પહેલાં ઈશાન કિશનની ઈજાના કારણે ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈશાન હવે બીજી T20Iમાં રમી શકશે નહીં.

2 / 8
ઈશાનના સ્થાને ઝારખંડના 21 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન કુમાર કુશાગ્રને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ તેને આ મેચ માટે કવર તરીકે પસંદ કર્યો છે.

3 / 8
કુશાગ્ર હાલમાં ક્રાઇસ્ટચર્ચમાં જ છે. તે ભારત A ટીમ સાથે ન્યૂઝીલેન્ડ પહોંચ્યો હતો અને ન્યૂઝીલેન્ડ A સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમનો ભાગ હતો.

4 / 8
હવે સૌથી મોટો સવાલ એ છે કે ઈશાનની જગ્યાએ પ્લેઇંગ-11માં કોણ રમશે. વૈભવ સૂર્યવંશીને તક મળશે કે કુશાગ્રને સીધું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરાવવામાં આવશે?

5 / 8
કુશાગ્ર માટે આ તક ખૂબ ખાસ છે. તેને આગામી પાંચ મેચની ODI શ્રેણીની ચોથી અને પાંચમી મેચ માટે પણ સિનિયર ટીમમાં પ્રથમ વખત પસંદ કરવામાં આવ્યો છે.

6 / 8
તાજેતરમાં ઘરેલુ ક્રિકેટ અને ભારત A માટે કુશાગ્રે શાનદાર પ્રદર્શન કર્યું છે. દુલીપ ટ્રોફીમાં દક્ષિણ ઝોન સામેની ફાઇનલમાં તેણે પ્રથમ ઇનિંગમાં 101 રન બનાવ્યા હતા.

7 / 8
ઓસ્ટ્રેલિયા A સામેની પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટમાં કુશાગ્રે 113 અને અણનમ 46 રનની ઇનિંગ્સ રમી હતી. આ પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

8 / 8
ન્યૂઝીલેન્ડ A શ્રેણીમાં પંતના સ્થાને પસંદગી થયા બાદ હવે કુશાગ્ર સીધો સિનિયર ટીમ સાથે જોડાયો છે. જો તેને તક મળે તો ન્યૂઝીલેન્ડ સામે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત થઈ શકે છે. (PC:PTI/X)

Follow Us
Loading...
Unable to load recommendations.