
મુંબઈ ઇન્ડિયન્સે WPL 2027 પહેલા લ્યુક વિલિયમ્સને મહિલા ટીમનો નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો છે.

વિલિયમ્સે લિસા કીથલીનું સ્થાન લીધું છે. કીથલીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં નવી જવાબદારી મળતાં તેમણે મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડ્યો છે.

લ્યુક વિલિયમ્સ કોચ તરીકે સફળ રહ્યો છે. તેણે 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને WPLનું પ્રથમ ટાઇટલ અપાવ્યું હતું.

WBBLમાં પણ વિલિયમ્સે શાનદાર કામગીરી કરી છે. તેણે એડિલેડ સ્ટ્રાઈકર્સને 2022 અને 2023માં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ધ હન્ડ્રેડમાં તેણે સધર્ન બ્રેવ્સને બે વખત ફાઇનલમાં પહોંચાડ્યું હતું. 2023માં ટીમે તેમના માર્ગદર્શન હેઠળ ટાઇટલ પણ જીત્યું હતું.

જોકે ખેલાડી તરીકે વિલિયમ્સની કારકિર્દી ખૂબ ટૂંકી રહી હતી. તેણે દક્ષિણ ઓસ્ટ્રેલિયા માટે માત્ર પાંચ મેચ રમી અને 11.40ની સરેરાશથી 114 રન બનાવ્યા હતા.

આ પાંચ મેચમાં વિલિયમ્સ એક પણ સદી કે અડધી સદી ફટકારી શક્યો નહીં અને બોલિંગમાં પણ એક પણ વિકેટ મેળવી શક્યો નહીં.

28 જાન્યુઆરી 2005ના રોજ તેમની ખેલાડી તરીકેની કારકિર્દી પૂરી થઈ હતી. ત્યારબાદ તેણે કોચિંગમાં કારકિર્દી બનાવી અને હવે 20 વર્ષથી વધુના અનુભવ સાથે મુંબઈ ઇન્ડિયન્સની મહિલા ટીમની કમાન સંભાળશે. (PC:X/MI)
Published On - 5:52 pm, Thu, 24 September 26