ટીમ ઈન્ડિયાએ તક ન આપી, હવે ઈંગ્લેન્ડમાં આ ટીમ માટે રમતા ભારતના સ્ટાર બોલરે બતાવી તાકાત

ટીમ ઈન્ડિયામાં સતત તક ન મળ્યા બાદ ભારતના સ્ટાર સ્પિનરે ઈંગ્લેન્ડમાં પોતાની પ્રતિભા સાબિત કરી છે. યોર્કશાયર તરફથી વન-ડે કપમાં ડેબ્યૂ કરતાં તેણે શાનદાર બોલિંગ કરી બે મહત્વની વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન બાદ ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે કે ટીમ ઈન્ડિયાએ તેને લાંબા સમય સુધી પ્લેઇંગ ઇલેવનથી દૂર રાખીને યોગ્ય નિર્ણય લીધો હતો કે નહીં.

| Updated on: Jul 24, 2026 | 9:28 PM
1 / 5
ટીમ ઈન્ડિયાના સ્ટાર ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે ઈંગ્લેન્ડમાં ફરી પોતાની કાબેલિયત બતાવી છે. યોર્કશાયર તરફથી વન-ડે કપમાં ડેબ્યૂ કરતાં તેણે અસરકારક બોલિંગ કરી.

2 / 5
ગ્લેમોર્ગન સામે કુલદીપે 10 ઓવરમાં માત્ર 39 રન આપીને બે મહત્વની વિકેટ ઝડપી. તેણે પોતાની છેલ્લી ઓવરમાં સતત ત્રણ બોલમાં બે બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા.

3 / 5
કુલદીપે એલેક્સ હોર્ટન અને મેકઇલરોયની વિકેટ મેળવી. તેની શાનદાર બોલિંગના કારણે ગ્લેમોર્ગનની ટીમ માત્ર 186 રનમાં સમેટાઈ ગઈ.

4 / 5
તાજેતરની ભારત-ઈંગ્લેન્ડ ODI શ્રેણીમાં કુલદીપને એક પણ મેચ રમવાની તક મળી નહોતી. આખી શ્રેણી દરમિયાન તે બેન્ચ પર જ રહ્યો હતો.

5 / 5
હવે ઈંગ્લેન્ડમાં મળેલી તકનો કુલદીપે પૂરો લાભ લીધો છે. તેના આ પ્રદર્શન બાદ ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં તેની વાપસી અને 2027 ODI વર્લ્ડ કપની યોજનામાં સ્થાનને લઈને ચર્ચા તેજ બની છે. (PC: GETTY IMAGES)

Follow Us