
આઈપીએલ 2026ની 15મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં એક રોમાંચક ટકકર જોવા મળી હતી. જેમાં લખનૌ સુપર જાયનટ્સે છેલ્લી ઓવરમાં જીત મેળવી હતી.

182 રનના ટાર્ગેટનો પીછો કરતા લખનૌની શરુઆતમાં ઝટકા લાગ્યા હતા. માર્કરમ અને મિચેલ માર્શ જલ્દી આઉટ થયા હતા. પંત અને નિકોલસ પુરન પણ વધારે ટકી શક્યા ન હતા.15.6 ઓવરમાં લખનૌનો સ્કોર 128/7 હતો.

તેમજ મેચ કેકેઆરના પક્ષમાં લાગી રહી હતી પરંતુ અહીથી મુકુલ ચૌધરીએ આખી મેચ પલટાવી નાંખી હતી. મુકુલ ચૌધરીએ શાનદાર બેટિંગ કરી 27 બોલમાં અણનમ 54 રન બનાવ્યા હતા. જેમાં 2 ચોગ્ગા અને 7 સિક્સ સામેલ છે. આ 9 શોટ્સે કેકેઆરની હારની સ્ટોરી લખી નાંખી હતી. આ સિવાય આયુષ બદોનીએ પણ 34 બોલમાં 54 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી

21 વર્ષનો યુવા ખેલાડી મુકુલ ચૌધરી રાજસ્થાનમાંથી આવે છે. વિકેટકીપર બેટ્સમેન મુકુલ ચૌધરી ઓક્શનમાં 30 લાખ રુપિયાની બેસ પ્રાઈઝ સાથે ઉતર્યો હતો. લખનૌએ તેના પર 2.60 કરોડની બોલી લગાવી તેને ખરીદ્યો હતો.

મુકુલ ચૌધરી વિકેટકીપર અને બેટ્સમેન છે. આ સિવાય તે બોલિંગ પણ કરે છે. મોટા શોર્ટ રમવા માટે જાણીતો છે. આજે પોતાની તાકાત ટીમને જીતાડી દેખાડી હતી. મુકુલ ચૌધરી લખનૌ માટે પૈસા વસુલ ખેલાડી રહ્યો હતો.

તેમની સફળતામાં તેમના પિતા દિલીપ ચૌધરીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

દિલીપ પોતે ક્રિકેટર બનવાની ઇચ્છા રાખતા હતા, પરંતુ તેમનું સ્વપ્ન અધૂરું રહ્યું. તેઓ તેમના પુત્રને સફળ ક્રિકેટર બનાવવા માટે મક્કમ હતા. આજે દીકરાએ ટીમને જીતાડી પોતાની તાકાત દેખાડી દીધી હતી. (all photo : PTI)