Breaking News: રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે આવ્યા અને પોતાની ટીમ માટે મેચ વિનર સાબિત થયા આ પાંચ ખેલાડીઓ

IPLના ઇતિહાસમાં અનેક એવા ખેલાડીઓ જોવા મળ્યા છે જેમને શરૂઆતમાં કોઈ ટીમે પસંદ નહોતો કર્યો, પરંતુ બાદમાં તેઓ ઈજાગ્રસ્ત ખેલાડીઓના રિપ્લેસમેન્ટ તરીકે આવ્યા અને પોતાની ટીમ માટે મેચ વિનર સાબિત થયા. આવા ખેલાડીઓએ માત્ર તકનો ઉપયોગ જ નથી કર્યો, પરંતુ આખી સિઝનનું નસીબ પણ બદલી નાખ્યું.

| Updated on: Apr 13, 2026 | 6:39 PM
1 / 6
IPL ઈતિહાસમાં એવા કેટલાક ખેલાડીઓ છે જેમને પહેલા કોઈ ટીમે ભાવ ના આપ્યો, પણ જ્યારે તેમને રીપ્લેસમેન્ટ ખેલાડી તરીકે તક મળી ત્યારે તેમણે ધમાલ મચાવી દીધી.આ ખેલાડીઓની કહાની દર્શાવે છે કે IPLમાં તક કોઈ પણ ક્ષણે આવી શકે છે. રિપ્લેસમેન્ટ તરીકે આવેલા આ ખેલાડીઓએ સાબિત કર્યું કે પ્રતિભા ક્યારેય છુપાઈ રહેતી નથી અને યોગ્ય સમયે મળેલી તક સમગ્ર કારકિર્દી બદલી શકે છે.

2 / 6
ક્રિસ ગેલ IPLના સૌથી મોટા રિપ્લેસમેન્ટ સ્ટાર તરીકે ઓળખાય છે. 2011ના ઓક્શનમાં તે અનસોલ્ડ રહ્યો હતો, પરંતુ RCBએ ડર્ક નેન્સની ઈજા બાદ તેને ટીમમાં સામેલ કર્યો. ત્યારબાદ ગેલે તોફાની બેટિંગ કરીને સિઝનમાં રનનો વરસાદ કર્યો અને એકલા હાથે મેચ જીતાડી. તે RCB અને IPL ઈતિહાસનો સૌથી વિસ્ફોટક બેટસમેન સાબિત થયો.

3 / 6
ભારતના યુવા બેટ્સમેન રજત પાટીદારને 2022માં ઓક્શનમાં કોઈ ટીમે ના ખરીદ્યો. પરંતુ RCBના લવનીત સિસોદિયાની ઈજા બાદ તેને તક મળી. એલિમિનેટરમાં લખનૌ સામે સદી ફટકારી તેણે બધાને ચોંકાવી દીધા અને પછી 2025માં તેની કપ્તાનીમાં RCBને પહેલીવાર ચેમ્પિયન બનાવ્યું.

4 / 6
લસિથ મલિંગાનું 2019માં મુંબઈ ઈન્ડિયન્સ માટેનું કમબેક પણ ખાસ રહ્યું. તે પહેલા  મેન્ટરની ભૂમિકામાં હતો, પરંતુ જરૂર પડતા ખેલાડી તરીકે પરત આવ્યો. ફાઈનલના છેલ્લા બોલ પર વિકેટ લઈને તેણે મુંબઈ ઈન્ડિયન્સને ચોથી વખત ચેમ્પિયન બનાવ્યું અને પોતાની મેચ વિનિંગ ક્ષમતા સાબિત કરી.

5 / 6
ફિલ સોલ્ટ 2024 ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો, પરંતુ જેસન રોયની ઈજાએ તેને KKRમાં તક આપી. તેણે સુનીલ નારાયણ સાથે મળીને વિસ્ફોટક ઓપનિંગ કરી અને આખી સિઝનમાં ટીમને મજબૂત શરૂઆત આપી, જેના પરિણામે KKRએ ટાઇટલ જીત્યું.

6 / 6
ઈમરાન તાહિર 2017માં અનસોલ્ડ રહ્યો હતો, પરંતુ રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ માટે તે ગેમ ચેન્જર સાબિત થયો. મિશેલ માર્શની ઈજાને કારણે તેને તક મળી અને તેણે 18 વિકેટ લઈને ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. (PC:PTI/X)

Follow Us