
ભારત અંડર-19 ટીમ ફરી એક વખત ખિતાબ જીતવાની નજીક છે. ટીમ ઈન્ડિયાએ અંડર-19 વનડે વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનને 7 વિકેટ હરાવ્યું છે. આ મેચ અંડર-19ના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી યાદ રખાશે. આ સાથે ભારતીય ચાહકોને ટી20 વર્લ્ડકપ પહેલા ગુડ ન્યુઝ મળ્યા છે.

આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 50 ઓવરમાં 310નો મજબુત સ્કોર બનાવ્યો હતો. ભારતે 311 રનનો ટાર્ગેટ માત્ર 41.1 ઓવરમાં 3 વિકેટના નુકસાન સાથે મેળવી લીધો હતો અને ફાઈનલમાં સ્થાન બનાવ્યું હતુ.

તમને જણાવી દઈએ કે, આ જીતની સાથે ભારત અંડર-19 વનડે વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી મોટો રન ચેઝ કરવાનો રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે. આ પહેલા આ રેકોર્ડ ન્યુઝીલેન્ડના નામે હતો. તેમણે વર્ષ 2006માં આયરલેન્ડ વિરુદ્ધ 305 રન બનાવી જીત મેળવી હતી.

ભારત 10મી વખત અંડર-19 વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે, જે એક રેકોર્ડ છે. ભારત કરતાં વધુ વખત અન્ય કોઈ ટીમ અંડર-19 વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી નથી, જે 6 વખત છે. ભારત આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યું નથી.

આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતમાં એરોન જ્યોર્જે પોતાની સદી સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી.આ સાથે, તેમની પાસે હવે ટાઇટલ જીતવાની શાનદાર તક છે, 6 ફેબ્રુઆરીએ તેઓ ઇંગ્લેન્ડની અંડર-19 ટીમનો સામનો કરશે, જેણે પહેલી સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમને હરાવી હતી.

તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ સતત છઠ્ઠી વખત અંડર-19 વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં રમશે. આજ સુધી કોઈ અન્ય ટીમે આ સિદ્ધિ હાંસલ કરી નથી.

ભારત તેના છઠ્ઠા ટાઇટલનું લક્ષ્ય રાખી રહ્યું છે. તેઓએ અત્યાર સુધીમાં પાંચ ટાઇટલ જીત્યા છે, જે અન્ય બધી ટીમોમાં સૌથી વધુ છે. (PHOTO CREDIT- GETTY)

ટીમ ઈન્ડિયા ફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડનો સામનો કરશે અને બંને ટીમો વચ્ચેની મેચ 6 ફેબ્રુઆરીએ હરારે સ્ટેડિયમ ખાતે રમાશે.અત્યાર સુધીમાં, ભારતીય અંડર-19 ટીમે ઈંગ્લેન્ડ સામે કુલ 55 વનડે મેચ રમી છે, જેમાંથી તેઓ 41 મેચ જીતવામાં સફળ રહ્યા છે, જ્યારે તેમને માત્ર 13 મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો છે.