
અભિષેક શર્મા હાલ કારકિર્દીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં તેનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું. તેણે ત્રણ મેચમાં માત્ર 11 રન બનાવ્યા અને કોઈપણ મેચમાં બે આંકડાનો સ્કોર કરી શક્યો નહીં.

શ્રેણી પૂરી થયા બાદ અભિષેકે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લાગણી વ્યક્ત કરી. તેણે લખ્યું કે જ્યારે લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરી શકાતું નથી ત્યારે દુઃખ થાય છે. જોકે, તેણે ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી અને વધુ મજબૂત વાપસીનું વચન આપ્યું.

અભિષેકની આ પોસ્ટ પર સૂર્યકુમાર યાદવે પ્રતિક્રિયા આપી. સૂર્યાએ અભિષેકનું મનોબળ વધારતા કહ્યું કે તેણે છેલ્લા બે વર્ષમાં ટીમ અને ચાહકોને ખુશ થવાની અનેક તક આપી છે.

સૂર્યકુમારે વધુમાં કહ્યું કે જ્યારે ભારતને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે અભિષેકે ટીમને ગૌરવ અપાવ્યું હતું. તેમણે તેને હિંમત જાળવી રાખવાની સલાહ આપી અને કહ્યું કે આ માત્ર સમયની વાત છે.

અભિષેકના જીજાએ પણ તેની પોસ્ટ પર કોમેન્ટ કરીને સમર્થન આપ્યું. તેણે કહ્યું કે ખરાબ સમય કોઈ મહાન ખેલાડીને વ્યાખ્યાયિત કરતો નથી. અભિષેકની પ્રતિભા હંમેશા તેની સાથે છે અને તે વધુ મજબૂત બનીને વાપસી કરશે. (PC:X/INSTAGRAM)