Breaking News: રોહિત શર્માની પસંદગી નહીં થાય? વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે અજિત અગરકર લેશે મોટો નિર્ણય

વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગી 16 સપ્ટેમ્બરે થવાની ધારણા છે. આ શ્રએ માટે BCCIની બેઠક યોજાશે, જેમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની પસંદગી સૌથી મોટો મુદ્દો બની શકે છે. રોહિતની પસંદગીથી તેના 2027 ODI વર્લ્ડ કપના સપનાને મજબૂતી મળી શકે છે, જ્યારે હાર્દિકની ફિટનેસ પણ પસંદગીકારો માટે મોટો પડકાર રહેશે. ચીફ સિલેક્ટર અજિત અગરકર મહત્વપૂર્ણ નિણર્ય લેશે.

| Updated on: Sep 15, 2026 | 5:28 PM
1 / 10
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત 27 સપ્ટેમ્બરથી ત્રણ મેચની ODI શ્રેણી રમશે. જેના માટે 16 સપ્ટેમ્બરે  ટીમ ઈન્ડિયાની પસંદગી થવાની શક્યતા છે.

2 / 10
આ શ્રેણી માટે ટીમ સિલેક્શન માટે ચીફ સિલેક્ટર અજિત અગરકરની આગેવાનીમાં BCCIની પસંદગી સમિતિની બેઠક યોજાશે, જેમાં રોહિતના ભવિષ્ય અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

3 / 10
રોહિતે 2027 ODI વર્લ્ડ કપ રમવાની પોતાની ઈચ્છા સ્પષ્ટ કરી છે. જોકે, પસંદગીકારો અને ખાસ કરીને ચીફ સિલેક્ટર અજીત અગરકર તેના ભવિષ્યને કેવી રીતે જુએ છે તે હજુ સ્પષ્ટ નથી.

4 / 10
ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રોહિતને ટીમમાં સ્થાન નહીં મળે તેવી ચર્ચા થઈ હતી, પરંતુ BCCI સચિવ દેવજીત સૈકિયાએ આવા અહેવાલોનો ઇનકાર કર્યો હતો.

5 / 10
લોર્ડ્સ ODI બાદ રોહિતની નિવૃત્તિની અટકળો પણ ચાલી હતી. જોકે, તેણે શાનદાર સદી ફટકારીને આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું.

6 / 10
હવે વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે રોહિતની પસંદગી થાય છે કે નહીં તેના પરથી અજિત અગરકર અને પસંદગી સમિતિનું તેના પરનું વલણ સ્પષ્ટ થઈ શકે છે.

7 / 10
હાર્દિક પંડ્યાની ફિટનેસ પણ પસંદગીકારો માટે મહત્વનો મુદ્દો રહેશે. તે હજુ સંપૂર્ણપણે ફિટ જાહેર થયો નથી, પરંતુ આગામી અઠવાડિયા સુધીમાં ફિટ થવાની આશા છે.

8 / 10
પસંદગીકારો હાર્દિકને લઈને કોઈ ઉતાવળ કરવા માંગશે નહીં, કારણ કે 2027 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાને તેના જેવા ઓલરાઉન્ડરના વિકલ્પની જરૂર છે.

9 / 10
નીતિશ કુમાર રેડ્ડી હજુ ફિટ નથી, જ્યારે શિવમ દુબેને હાર્દિકનો સંપૂર્ણ વિકલ્પ માનવામાં આવતો નથી. આ સ્થિતિમાં હાર્દિકની વાપસી મહત્વપૂર્ણ બની શકે છે.

10 / 10
કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલના નામ પર પણ પસંદગીકારો વિચાર કરી શકે છે. ખાસ કરીને કુલદીપ અને ચહલે ઇંગ્લેન્ડમાં સારો દેખાવ કર્યો હોવાથી તેમની પસંદગી પર પણ નજર રહેશે. (PC:PTI/X)

Follow Us
Loading...
Unable to load recommendations.