
પહેલા બોલ પર છગ્ગો ફટકારવાની વાત આવે ત્યારે અભિષેક શર્માનું નામ સૌથી પહેલા આવે છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની લખનૌ T20માં અભિષેક શર્માએ મેથ્યુ ફોર્ડના પહેલા જ બોલને છગ્ગામાં ફેરવી દીધો હતો.

અભિષેકે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલા બોલ પર અત્યાર સુધી 6 વખત છગ્ગા ફટકાર્યા છે. આ સાથે તે પહેલા બોલ પર છગ્ગા ફટકારવા મામલે ટોપ પર પહોંચી ગયો છે.

જોકે અભિષેક ટોપ પર એકલો નથી. અભિષેક સાથે અફઘાનિસ્તાનનો શફીકુલ્લાહ શિનવારી પણ ટોપ પર છે. શિનવારીએ પણ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પહેલા બોલ પર 6 વખત છગ્ગા ફટકાર્યા છે.

આ લિસ્ટમાં ભારતનો સૂર્યકુમાર યાદવ પણ પાછળ નથી. સૂર્યકુમારે T20માં પહેલા બોલ પર પાંચ વખત છગ્ગા ફટકાર્યા છે અને તે યાદીમાં બીજા ક્રમે છે.

આ ઉપરાંત પોલ સ્ટર્લિંગ અને કોલિન મુનરોએ પણ પહેલા બોલ પર ચાર-ચાર વખત છગ્ગા ફટકાર્યા છે.

આ આંકડો બતાવે છે કે પહેલા બોલથી જ આક્રમક રમત રમવી કેટલી મુશ્કેલ છે. જોકે અભિષેક શર્માએ પહેલા જ બોલથી આક્રમક બેટિંગ કરીને પોતાની અલગ ઓળખ બનાવી છે.

જો અભિષેક શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી T20માં તે ફરી પહેલા બોલે છગ્ગો ફટકારે છે, તો તે આ ખાસ રેકોર્ડમાં સૌને પાછળ છોડી નંબર-1 બની શકે છે. (PC:PTI/X)