
ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે ચોથી T20 મેચ 24 રનથી હારી ગયું. ઓપનર અભિષેક શર્મા નિષ્ફળ રહ્યો. તેણે 24 બોલમાં ફક્ત 29 રન બનાવ્યા.

248 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા માટે ભારતને ઝડપી શરૂઆતની જરૂર હતી. સંજુ સેમસને આક્રમક શરૂઆત આપી, પરંતુ બીજા છેડે અભિષેક શર્મા ફક્ત 120.83ના સ્ટ્રાઈક રેટ સાથે ખૂબ જ ધીમો રમ્યો.

જ્યારે-જ્યારે ટીમ ઈન્ડિયા 200થી વધુ રનના લક્ષ્યનો પીછો કરે છે, ત્યારે-ત્યારે અભિષેક શર્મા નિષ્ફળ રહે છે.

200થી વધુ રન ચેઝ કરતાં હોય ત્યારે અભિષેક કાં તો વહેલા આઉટ થઈ જાય છે અથવા તેનો સ્ટ્રાઈક રેટ ખૂબ ઓછો હોય છે.

200 થી વધુ રનનો પીછો કરતી વખતે ક્યારેય અભિષેક શર્મા 30 રન સુધી પણ પહોંચી શક્યો નથી, અડધી સદી તો દૂરની વાત છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ચોથી T20 મેચમાં અભિષેક શર્માએ 29 રન બનાવ્યા હતા, જે 200 થી વધુ રન ચેઝ કરતાં તેનો શ્રેષ્ઠ સ્કોર છે.

200 થી વધુ રનનો પીછો કરતા અભિષેક શર્માએ 10 થી ઓછી સરેરાશથી ફક્ત 59 રન બનાવ્યા છે, જેમાં બે વાર તો તે 0 પર આઉઠ થયો છે.

આ આંકડા પુષ્ટિ કરે છે કે અભિષેક 200 થી વધુ રન ચેઝ કરતી વખતે ક્યારેય સારું પ્રદર્શન કરી શકતો નથી. એટલે કે 200 થી વધુ રનનો પીછો કરતી વખતે તો તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. (PC:PTI/X)
Published On - 5:33 pm, Thu, 15 October 26