
અભિષેક શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20માં ફક્ત 20 રન બનાવ્યા અને ફક્ત એક છગ્ગો ફટકાર્યો, પરંતુ આ એક છગ્ગાથી તેણે એક મોટો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

આ એક છગ્ગા સાથે અભિષેક શર્મા પોતાની પહેલી ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બની ગયો છે.

અભિષેક શર્માએ પોતાની T20 કારકિર્દીમાં પહેલી ઓવરમાં કુલ 14 છગ્ગા ફટકાર્યા છે.

અભિષેક શર્માએ T20માં પહેલી ઓવરમાં 13 છગ્ગા ફટકારવાનો પોલ સ્ટર્લિંગ-એવિન લુઈસનો રેકોર્ડ તોડ્યો હતો.

અભિષેક શર્માએ ભલે આ ખાસ રેકોર્ડ બનાવ્યો હોય પણ તે મેચમાં કોઈ ખાસ કમાલ કરી શક્યો નહીં.

અભિષેક શર્મા સતત બીજી મેચમાં લાંબી ઇનિંગ રમી શક્યો નહીં અને ફક્ત 20 બનાવીને આઉટ થયો હતો.

અભિષેક શર્મા પહેલી T20માં પણ ફ્લોપ રહ્યો હતો અને માત્ર 21 રન બનાવીને આઉટ પણ થયો હતો.

અભિષેક શર્માને બંને મેચમાં ઓફ-સ્પિનર રોસ્ટન ચેઝે આઉટ કર્યો હતો. જે બાદ સવાલ એ ઊભો થયો છે કે શું ઓફ-સ્પિન અભિષેક શર્માની નબળાઈ છે? (PC:PTI/X)
Published On - 8:34 pm, Fri, 9 October 26