IND vs SL: ગાલેમાં સચિન-દ્રવિડ-લક્ષ્મણ ફ્લોપ, પણ આ ભારતીય ઓપનરે ફટકાર્યા 391 રન, જાણો કોણ છે આ દિગ્ગજ!

ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટ 15 ઓગસ્ટે ગાલેમાં રમાશે. આ મેદાન પર સચિન, ગાંગુલી, દ્રવિડ અને લક્ષ્મણ જેવા મહાન ખેલાડીઓ મોટી ઇનિંગ રમે શક્યા નથી. પરંતુ એક ભારતીય ઓપનર છે જેણે ગાલેમાં રનનો ઢગલો કર્યો છે. ચાલો જાણીએ કોણ છે આ દિગ્ગજ.

| Updated on: Aug 10, 2026 | 5:21 PM
1 / 5
ભારત-શ્રીલંકા મેચ માટે ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યું છે. બંને ટીમો વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 15 ઓગસ્ટના રોજ આ મેદાન પર રમાશે. ઘણા દિગ્ગજ ખેલાડીઓએ આ મેદાન પર ઘણા રન બનાવ્યા છે, પરંતુ દ્રવિડ, સચિન અને લક્ષ્મણ જેવા મહાન ખેલાડીઓ ગાલેમાં ફ્લોપ રહ્યા છે જ્યારે આક્રમક ભારતીય ઓપનરે સૌથી વધુ રન બનાવ્યા હતા.

2 / 5
આ ખેલાડી છે વીરેન્દ્ર સેહવાગ, જેના માટે ગાલેમાં રન બનાવવા એ કોઈ મોટી વાત ન હતી. તેણે ગાલેમાં બે ટેસ્ટ મેચ રમી અને કુલ 391 રન બનાવ્યા હતા

3 / 5
વીરેન્દ્ર સેહવાગે ગાલે ખાતે 130.33 ની સરેરાશથી રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 90 થી વધુ છે, જેમાં એક સદી, એક બેવડી સદી અને એક અડધી સદી સામેલ છે.

4 / 5
શિખર ધવને પણ ગાલેમાં સારી બેટિંગ કરી છે. તેણે અહીં બે ટેસ્ટમાં 91.50 ની સરેરાશ સાથે 366 રન બનાવ્યા છે. તેણે ગાલેમાં બે સદી પણ ફટકારી છે.

5 / 5
આશ્ચર્યજનક રીતે, દ્રવિડ, સચિન અને લક્ષ્મણ જેવા મહાન ખેલાડીઓ ગાલેમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા હતા. દ્રવિડે 36ની સરેરાશથી 181 રન બનાવ્યા, લક્ષ્મણે 35.75ની સરેરાશથી 143 રન અને સચિને 32ની સરેરાશથી માત્ર 128 રન બનાવ્યા હતા. (PC-GETTY IMAGES)

Follow Us
Loading...
Unable to load recommendations.