IND vs SL: ભારતને હરાવવા માટે શ્રીલંકાએ રચ્યું આવું ષડયંત્ર? ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા નારાજ

ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલા જ પિચને લઈને વિવાદ ઉભો થયો છે. કોલંબોમાં યોજાનારી પ્રેક્ટિસ મેચ માટે તૈયાર કરાયેલી પિચથી ભારતીય ટીમ ખુશ નથી. અહેવાલો મુજબ પિચ પર વધુ પડતું ઘાસ રાખવામાં આવ્યું છે, જેને લઈને ટીમ ઈન્ડિયાએ સવાલો ઉઠાવ્યા છે.

| Updated on: Aug 06, 2026 | 5:56 PM
1 / 5
ભારતીય ટીમ શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી પહેલા કોલંબોમાં પ્રેક્ટિસ મેચ રમવાની છે. જોકે, આ મેચ પહેલા જ પિચને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. ભારતીય ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ પિચની તૈયારીથી નારાજ હોવાનું સામે આવ્યું છે.

2 / 5
કોલંબોના નોન્ડેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબમાં 7 ઓગસ્ટથી શરૂ થનારી ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ માટે તૈયાર કરાયેલી પિચ પર વધુ પડતું ઘાસ જોવા મળી રહ્યું છે. ભારતીય ટીમ સ્પિન માટે મદદરૂપ પિચની આશા રાખી રહી હતી, પરંતુ અહીં પરિસ્થિતિ અલગ છે.

3 / 5
શ્રીલંકાની પિચો સામાન્ય રીતે સ્પિનરો માટે મદદરૂપ માનવામાં આવે છે. ગાલેમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં પણ સ્પિનરોને મહત્વની ભૂમિકા મળવાની શક્યતા છે. તેથી ભારતીય ટીમ પ્રેક્ટિસ મેચમાં સ્પિન સામે તૈયારી કરવા માંગતી હતી.

4 / 5
જ્યારે ભારતીય ટીમે પિચ અંગે ક્યુરેટર સાથે વાત કરી ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડની સૂચના મુજબ પિચ પર ઘાસ રાખવામાં આવ્યું છે. પિચ ક્યુરેટરે કહ્યું કે મેચ આગળ વધતા અહીં ટર્ન જોવા મળી શકે છે.

5 / 5
નોન્ડેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબના અધિકારી એ. ફ્રેન્કે જણાવ્યું કે ત્રણ દિવસની મેચને ધ્યાનમાં રાખીને પિચ પર ઘાસ રાખવામાં આવ્યું છે. હવે જોવાનું રહેશે કે આ પિચ ભારતીય ટીમ માટે પડકાર બને છે કે નહીં. (PC:PTI/X)

Follow Us
Loading...
Unable to load recommendations.