
વેલિંગ્ટન વનડેમાં શુભમન ગિલ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ ભારતીય કેપ્ટન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહીં. ન્યૂઝીલેન્ડના બોલર જેકબ ડફીએ તેને ઇનિંગ્સના પહેલા જ બોલ પર આઉટ કર્યો હતો. આ સાથે ગિલની ODI કારકિર્દીમાં પહેલીવાર ગોલ્ડન ડકનો અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો હતો.

વેલિંગ્ટન વનડેમાં ગિલની ઇનિંગનો પહેલા જ બોલે અંત આવ્યો હતો. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફીએ તેને ઇનિંગના પહેલા જ બોલ પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

શુભમન ગિલે 2019માં શ્રીલંકા સામે કોલંબોમાં પોતાની ODI કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી તેણે 72 મેચની 71 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. આ દરમિયાન તે માત્ર બે વખત શૂન્ય પર આઉટ થયો છે.

ગિલ અગાઉ પણ ODIમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો, પરંતુ વેલિંગ્ટનમાં પહેલીવાર તે ઇનિંગના પહેલા જ બોલ પર આઉટ થયો હતો. ક્રિકેટની ભાષામાં તેને ગોલ્ડન ડક કહેવામાં આવે છે.

ભારતને બીજી વનડેમાં શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો હતો. ગિલ અને રોહિત શર્મા વચ્ચે માત્ર ચાર રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. શ્રેણીની પ્રથમ વનડેમાં ગિલે 37 રન બનાવ્યા હતા.

શુભમન ગિલે અત્યાર સુધી 72 ODI મેચની 71 ઇનિંગ્સમાં 63.55ની સરેરાશથી 3,750 રન બનાવ્યા છે. તેના નામે 11 સદી અને 20 અડધી સદી નોંધાયેલી છે.

ગિલનો ODI ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર 223 રન છે. તેની આક્રમક બેટિંગ અને સતત સારા પ્રદર્શનને કારણે તે ભારતીય ટીમના મહત્ત્વના બેટ્સમેનોમાં સ્થાન ધરાવે છે.

ન્યુઝીલેન્ડ સામેની બીજી વનડેમાં ગોલ્ડન ડક પર આઉટ થવું ગિલ માટે કારકિર્દીનો અનિચ્છનીય અનુભવ રહ્યો. જોકે, તેની અત્યાર સુધીની ODI કારકિર્દીના આંકડા તેની સતત સફળતાની સાક્ષી પૂરે છે. (PC:PTI/X)
Published On - 4:58 pm, Sat, 7 November 26