Breaking News: રિષભ પંતની ઈજાએ વધારી ટીમ ઈન્ડિયાની ચિંતા, ટેસ્ટ શ્રેણીમાં રમવા પર સસ્પેન્સ

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત હજુ સાઇડ સ્ટ્રેનની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થયો નથી. આ કારણે તે ન્યુઝીલેન્ડ-A સામેની મેચોમાંથી બહાર થઈ ગયો છે. પંતનું ટેસ્ટ શ્રેણીમાં રમશે કે નહીં તેના પર પણ સવાલો ઊભા થયા છે.

| Updated on: Nov 05, 2026 | 8:13 PM
1 / 9
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

2 / 9
વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત હજુ સાઇડ સ્ટ્રેનની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થયો નથી. આ કારણે તે ન્યૂઝીલેન્ડ-A સામેની મેચોમાંથી બહાર થઈ ગયો છે.

3 / 9
રિષભ પંતનું ટેસ્ટ શ્રેણીમાં રમવું પણ અનિશ્ચિત છે. જો પંત નહીં રમે તો ધ્રુવ જુરેલને તક મળી શકે છે.

4 / 9
પંત હાલમાં બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, તે 19 નવેમ્બરથી શરૂ થનારી વેલિંગ્ટન ટેસ્ટ પણ ગુમાવી શકે છે.

5 / 9
ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા ન્યુઝીલેન્ડ-A સામે મેદાનમાં ઉતરશે. શનિવારથી લિંકનમાં શરૂ થનારી મેચમાં તિલક વર્મા પણ રમશે.

6 / 9
ધ્રુવ જુરેલ ભારત-A ટીમનું નેતૃત્વ કરશે. નીતીશ કુમાર રેડ્ડી પણ ટીમનો ભાગ છે. પ્રસિદ્ધ કૃષ્ણા પણ હેમસ્ટ્રિંગની ઈજામાંથી સાજા થયા બાદ મેચ ફિટનેસ મેળવવા માટે રમે તેવી શક્યતા છે.

7 / 9
ઓકલેન્ડ વનડેમાં આરામ આપવામાં આવ્યા બાદ મોહમ્મદ સિરાજ વેલિંગ્ટનમાં વનડે ટીમ સાથે જોડાયો છે. તેણે ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી બિનસત્તાવાર ટેસ્ટમાં ચાર વિકેટ ઝડપી હતી.

8 / 9
શુભમન ગિલ બીજી અને ત્રીજી વનડે રમ્યા બાદ ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે ટીમમાંથી અલગ થશે. ભારત માટે આ ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે.

9 / 9
WTC ફાઇનલમાં પહોંચવા માટે ભારતે ન્યુઝીલેન્ડ સામેની આ શ્રેણી 2-0થી જીતવી જરૂરી છે. (PC:PTI/X)

Published On - 8:13 pm, Thu, 5 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.