
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર અભિષેક શર્મા પહેલીવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે ન્યૂઝીલેન્ડ પહોંચ્યો છે.

જોકે ન્યૂઝીલેન્ડમાં પહેલી જ મેચમાં પહેલા જ બોલ પર અભિષેક શર્માએ પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો છે.

22 ઓક્ટોબરના રોજ ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે શ્રેણીની પહેલી મેચમાં બેટિંગ કરતા અભિષેકે પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું.

અભિષેકે ફાસ્ટ બોલર મેટ હેનરીની બોલ પર સિક્સર ફટકારીને ખાસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

આ સિક્સર સાથે અભિષેકે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલા બોલ પર સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

અભિષેક શર્માએ T20I કારકિર્દીમાં સાતમી વખત પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી.

અભિષેક શર્માએ અફઘાનિસ્તાન અને ભારતના બે સ્ટાર બેટ્સમેનોનો રેકોર્ડ તોડ્યો હતો.

અભિષેક શર્માએ 7 છગ્ગા સાથે શફીકુલ્લાહ શિનવારી (6) અને સૂર્યકુમાર યાદવ (5) ને પાછળ છોડી દીધા હતા. (PC:PTI/Getty Images/X/BCCI)
Published On - 4:37 pm, Thu, 22 October 26