
ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણી પહેલાં અભિષેક શર્માએ નેટ્સમાં ખાસ પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન તેણે એક એવા બોલરને બોલિંગ કરવા માટે બોલાવ્યો હતો.

આ બોલરનું નામ ગૌરવ વિજ છે. તે ન્યૂઝીલેન્ડમાં રહે છે અને ક્રાઇસ્ટચર્ચમાં ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન હાજર હતો.

ગૌરવ વિજ નેટ્સમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને બોલિંગ કરી રહ્યો હતો. તેની લાઇન અને લેન્થથી પ્રભાવિત થઈને અભિષેકે પણ તેની સામે બેટિંગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ગૌરવ વિજે જણાવ્યું કે બોલિંગ કોચે તેને યોગ્ય લાઇન-લેન્થ પર સતત બોલિંગ કરવાની સૂચના આપી હતી. તેને ખાસ કરીને સ્ટમ્પની લાઇનમાં બોલ નાખવાનું કહેવામાં આવ્યું હતું.

અભિષેક શર્માની નબળાઈ ઓફ સ્પિન બોલિંગ હોવાનું માનવામાં આવે છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં રોસ્ટન ચેઝે તેમને મુશ્કેલીમાં મૂક્યા હતા. જોકે, ગૌરવ વિજનું માનવું હતું કે અભિષેક પોતાના દિવસે મોટી ઇનિંગ રમી શકે છે.

વિદેશી ધરતી પર અભિષેકનું પ્રદર્શન હંમેશાં એકસરખું રહ્યું નથી. આયર્લેન્ડ સામેની બે T20I મેચમાં તેમણે કુલ 49 રન બનાવ્યા હતા.

ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20I શ્રેણીમાં અભિષેકે 131 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક અડધી સદી ફટકારી હતી. હવે ન્યૂઝીલેન્ડ સામે તેની બેટિંગ પર નજર રહેશે.

અભિષેક અત્યાર સુધી T20I ક્રિકેટમાં ત્રણ સદી અને 14 અડધી સદી ફટકારી ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં તેઓ આક્રમક શરૂઆત કરીને ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવાનો પ્રયાસ કરશે. (PC:PTI/X)
Published On - 8:07 pm, Wed, 21 October 26