Breaking News : જસપ્રીત બુમરાહ 5 મેચમાંથી બહાર, ટીમ ઈન્ડિયાએ ભર્યું મોટું પગલું

ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પાંચ T20, પાંચ ODI અને બે ટેસ્ટ મેચ રમશે. જોકે આમાંથી ODI ફોર્મેટમાં સ્ટાર બોલર બુમરાહ નહીં રમે. અહેવાલો અનુસાર BCCI અને ટીમ મેનેજમેન્ટ બુમરાહને ODI શ્રેણીમાંથી બહાર કરશે. ચાલો જાણીએ આ પાછળનું કારણ શું છે.

| Updated on: Oct 15, 2026 | 4:09 PM
1 / 9
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે T20 ટીમની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ ODI અને ટેસ્ટ ટીમની જાહેરાત હજુ બાકી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટીમની જાહેરાત 2-3 દિવસમાં કરવામાં આવશે.

2 / 9
હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા અને રિષભ પંત જેવા કેટલાક ખેલાડીઓના ફિટનેસ અપડેટ પછી ટીમની જાહેરાત કરવામાં આવશે. જોકે, જસપ્રીત બુમરાહને લઈને મોટા સમાચાર આવ્યા છે.

3 / 9
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં જસપ્રીત બુમરાહને તક આપવામાં આવશે નહીં. આનો અર્થ એ થયો કે બુમરાહ પાંચ મેચની ODI શ્રેણીમાં રમશે નહીં. ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે બુમરાહ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટેસ્ટ મેચો પર ધ્યાન કેન્દ્રિત કરે.

4 / 9
એક અહેવાલ મુજબ બુમરાહ સંપૂર્ણપણે ફિટ છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે તે 19 નવેમ્બરે વેલિંગ્ટનમાં ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલાં ઈન્ડિયા A ની ત્રીજી પ્રેક્ટિસ મેચ રમે. બુમરાહે તૈયારી પણ શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ પહોંચશે.

5 / 9
BCCIના એક સૂત્રના જણાવ્યા અનુસાર, "લાંબા પ્રવાસ માટે બુમરાહને પ્રાથમિકતા આપવી જરૂરી છે. ટેસ્ટ શ્રેણી મહત્વપૂર્ણ છે, તેથી ટીમ મેનેજમેન્ટ બુમરાહને ODI શ્રેણીમાં રમાડવા માંગતું નથી. તેઓ બુમરાહને ટેસ્ટ શ્રેણી માટે ફ્રેશ અને ફિટ રાખવા માંગે છે."

6 / 9
બુમરાહ છેલ્લે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ રમ્યો હતો. ત્યારબાદ, ઘૂંટણની ઈજાને કારણે તે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.

7 / 9
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે, ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવવી આવશ્યક છે, તેથી જ ટીમ મેનેજમેન્ટ કોઈપણ કિંમતે બુમરાહને ટેસ્ટ શ્રેણીમાં રમાડવા ઈચ્છે છે.

8 / 9
સૂત્રોના જણાવ્યા અનુસાર, બુમરાહ માટે આ યોજના ફક્ત ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે જ નથી. તેને આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન મહત્વપૂર્ણ મેચોમાં પણ મેદાનમાં ઉતારવામાં આવશે.

9 / 9
ટીમ ઈન્ડિયા ઈચ્છે છે કે બુમરાહને આવતા વર્ષે યોજાનાર વર્લ્ડ કપ પહેલા સંપૂર્ણપણે ફિટ થઈ જાય. આ રણનીતિ કેટલી અસરકારક સાબિત થાય છે તે તો સમય જ બતાવશે. (PC:PTI/X)

Follow Us
Loading...
Unable to load recommendations.