
પંત હાલ જોરદાર ફોર્મમાં છે અને પહેલી ટેસ્ટમાં તેણે બંને ઈનિંગમાં સદી ફટકારી હતી. જ્યારે બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં તેના બેટમાંથી અડધી સદી નીકળી ગઈ. હવે જો પંત બેટિંગ કરી શકશે નહીં, તો આ ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો હશે. મોટી વાત એ છે કે ટીમ ઈન્ડિયાને પંતનો વિકલ્પ પણ નહીં મળે.

જસપ્રીત બુમરાહના બોલ પર રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. બુમરાહના બોલને લેગ સાઈડની બહાર જતા રોકવાનો પ્રયાસ કરતી વખતે બોલ પંતની આંગળીમાં વાગ્યો હતો.

હવે જોવાનું એ છે કે પંત ફિટ થઈ શકશે કે નહીં, કારણ કે જો આવું નહીં થાય તો ટીમ ઈન્ડિયાએ ફક્ત 10 ખેલાડીઓ સાથે બેટિંગ કરવી પડશે. સારી વાત એ છે કે પંતની આંગળીમાં ફ્રેક્ચર થયું નથી. (All Photo Credit : PTI / GETTY)