Breaking News: શિવમ દુબે ન બોલ સુધી પહોંચી શક્યો, ન રોકી શક્યો બાઉન્ડ્રી! બુમરાહે પાડી તાળીઓ

અફઘાનિસ્તાન સામેની બીજી T20Iમાં ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ ફરી ચર્ચામાં આવી છે. જસપ્રીત બુમરાહની ઓવરમાં શિવમ દુબેની સતત બે ભૂલોને કારણે બે ચોગ્ગા મળ્યા. દુબે બોલ સુધી પહોંચવામાં મોડો પડ્યો અને પછી કેચ જેવી તકને પણ બાઉન્ડ્રી તરફ ધકેલી દીધી. આ જોઈને બુમરાહ તાળીઓ પાડતો અને હસતો જોવા મળ્યો હતો.

| Updated on: Sep 15, 2026 | 9:08 PM
1 / 8
અફઘાનિસ્તાન સામેની બીજી T20Iમાં શિવમ દુબેની ફિલ્ડિંગ ચર્ચાનો વિષય બની. બુમરાહની ઓવરમાં તેની સુસ્તીને કારણે સતત બે ચોગ્ગા આવ્યા.

2 / 8
અફઘાનિસ્તાનની ઇનિંગની ત્રીજી ઓવરમાં બુમરાહે લેગ-સ્ટમ્પ પર બોલ નાખ્યો. ઇબ્રાહિમ ઝદરાને મિડ-ઓનની જમણી તરફ શોટ રમ્યો, પરંતુ દુબે બોલ સુધી પહોંચવા માટે ઝડપથી દોડ્યો નહીં.

3 / 8
શિવમ દુબેની આ ભૂલ બાદ બોલ સરળતાથી બાઉન્ડ્રી પાર થઈ ગયો. બુમરાહે ગુસ્સો કરવાને બદલે કટાક્ષમાં તાળીઓ પાડી અને હસતો જોવા મળ્યો.

4 / 8
આગલા જ બોલે ઝદરાનના બેટની અંદરની ધાર લાગતાં બોલ મિડવિકેટ તરફ ગયો. દુબે દોડીને બોલ સુધી પહોંચ્યો, પરંતુ તેને રોકવાને બદલે બાઉન્ડ્રી તરફ ધકેલી દીધો.

5 / 8
બુમરાહની ઓવરમાં શિવમ દુબેની બીજી ભૂલથી અફઘાનિસ્તાનને વધુ ચાર રન મળ્યા. એક જ ઓવરમાં બે બાઉન્ડ્રી ખરાબ ફિલ્ડિંગને કારણે જ આવી હતી.

6 / 8
આ દૃશ્ય જોઈને બુમરાહ લાચાર દેખાયો, જોકે તેણે ગુસ્સો દર્શાવ્યો નહીં. કોમેન્ટ્રી દરમિયાન સુનીલ ગાવસ્કરે પણ કહ્યું કે બુમરાહ કદાચ મજાકમાં તાળીઓ પાડી રહ્યો હતો.

7 / 8
શિવમ દુબેની ફિલ્ડિંગને લઈને સોશિયલ મીડિયા પર પણ ચાહકોની ટીકા જોવા મળી. આ ઘટનાએ ભારતીય ટીમની ફિલ્ડિંગ ફિટનેસ અંગે ફરી સવાલો ઊભા કર્યા છે.

8 / 8
ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગમાં અક્ષર પટેલ, શ્રેયસ અય્યર અને રિંકુ સિંહ જેવા ખેલાડીઓ ડમદાર ફિલ્ડિંગ માટે જાણીતા છે. જોકે, દુબેની આવી ભૂલો ટીમ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. (PC:PTI/X)

Published On - 9:08 pm, Tue, 15 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.