Breaking News: રિષભ પંત માટે IND vs AFG ટેસ્ટ બની ખાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર ફક્ત ત્રીજો વિકેટકીપર બન્યો

6 જૂને મુલ્લાનપુરમાં ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ મેચની શરૂઆત સાથે રિષભ પંતે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. 2018માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર પંતે હવે 50 ટેસ્ટ મેચ પૂર્ણ કરી છે. તે આ સિદ્ધિ હાંસલ કરનાર ફક્ત ત્રીજો ભારતીય વિકેટકીપર બન્યો છે.

| Updated on: Jun 06, 2026 | 4:45 PM
1 / 5
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતનો હાલનો સમય સારો રહ્યો નથી. તેની કેપ્ટનશીપ હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સે IPLમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું, જેના કારણે તેને રાજીનામું આપવાની ફરજ પડી. જે બાદ તેને ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો. તેમ છતાં પંત ટીમમાં ટકી રહ્યો છે અને હવે અફઘાનિસ્તાન સામે ટેસ્ટ મેચમાં તેણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

2 / 5
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળતા જ રિષભ પંતે તેની કારકિર્દીમાં 50 ટેસ્ટ મેચ પૂર્ણ કરી છે. આ સાથે, તે 50 ટેસ્ટ મેચ રમવાની સિદ્ધિ હાંસલ કરનાર ફક્ત ત્રીજો ભારતીય વિકેટકીપર બન્યો છે.

3 / 5
50 ટેસ્ટ મેચ રમનારા પહેલા ભારતીય વિકેટકીપર સૈયદ કિરમાણી હતા, જેમણે 88 મેચ રમી હતી. ત્યારબાદ MS ધોનીએ આ સિદ્ધિ મેળવી હતી. ધોનીએ 90 ટેસ્ટ મેચ રમી છે અને તે સૌથી વધુ ટેસ્ટ રમનાર ભારતીય વિકેટકીપર છે.

4 / 5
પંતે લગભગ આઠ વર્ષ પહેલા 2018 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને હવે તે પોતાની 50 મી ટેસ્ટ રમી રહ્યો છે. તેણે પોતાની 49 ટેસ્ટમાં 43 ની સરેરાશથી 3,476 રન બનાવ્યા છે, જ્યારે 160 કેચ અને 16 સ્ટમ્પિંગ પણ કર્યા છે.

5 / 5
પંત પહેલાથી જ વિકેટકીપર બેટ્સમેન તરીકે સૌથી વધુ રન બનવવાની બાબતમાં કિરમાણી (2759) ને પાછળ છોડી ચૂક્યો છે, અને તે એમએસ ધોની (4876) થી બહુ પાછળ નથી. પંત વિકેટકિપર તરીકે સૌથી વધુ શિકાર એટલે કે કેચ-સ્ટમ્પિંગ (176) મામલે ધોની (294) અને કિરમાણી (198) પછી ત્રીજા સ્થાને છે. (PC: PTI/Getty Images)

Follow Us
Loading...
Unable to load recommendations.