
ચેન્નાઈમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડેમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ નવા બોલ સાથે કમાલ બોલિંગ કરી હતી. આ ઝડપી બોલરે શરૂઆતથી જ અફઘાનિસ્તાનના બેટરો પર દબાણ બનાવી દીધું હતું.

પ્રસિદ્ધ કૃષ્ણાએ પાવરપ્લે દરમિયાન પાંચ ઓવરમાં માત્ર 6 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ODI ક્રિકેટમાં પાવરપ્લેમાં તેણે પહેલીવાર ચાર વિકેટ લીધી હતી.

આ પ્રદર્શન ભારતીય બોલર દ્વારા પાવરપ્લેમાં કરાયેલા બીજું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ યાદીમાં મોહમ્મદ સિરાજ પ્રથમ સ્થાને છે, જેણે 7 રનમાં 5 વિકેટ લીધી હતી.

પ્રસિદ્ધ કૃષ્ણાની સફળતામાં કેપ્ટન રોહિત શર્માનો પણ મોટો ફાળો રહ્યો હતો. ગુરબાઝ, રહમત શાહ અને ઇબ્રાહિમ ઝદરાન – ત્રણેય બેટરોના કેચ રોહિતે પકડીને પ્રસિદ્ધ કૃષ્ણાને મહત્વપૂર્ણ સફળતા અપાવી હતી.

ત્યારબાદ દરવિશ રસૂલીની વિકેટ સાથે પ્રસિદ્ધ કૃષ્ણાએ પાવરપ્લેમાં પોતાની ચોથી વિકેટ પૂરી કરી હતી. રોહિતના શાનદાર સમર્થન અને પ્રસિદ્ધ કૃષ્ણાની ઘાતક બોલિંગના કારણે ભારતે મેચમાં શરૂઆતથી જ સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું. (PC:PTI/X/BCCI)