
શ્રીલંકામાં વૈભવ સૂર્યવંશી શું કરશે? શું તે પહેલા બોલ પર છગ્ગો ફટકારશે કે ચોગ્ગો? આ પ્રશ્નો દરેકના મનમાં હતા, જેના જવાબ તેણે હવે આપી દીધા છે. 15 વર્ષીય બેટ્સમેને શ્રીલંકાની મુશ્કેલ પિચ પર પણ એ જ કર્યું, જેના માટે તે વિશ્વભરમાં ફેમસ છે.

ODI ત્રિકોણીય શ્રેણીમાં ઈન્ડિયા A અને યજમાન શ્રીલંકા A વચ્ચેની મેચમાં પ્રભસિમરન સિંહ સાથે ઈન્ડિયા A માટે ઈનિંગનીન શરૂઆત કરવા વૈભવ સૂર્યવંશી મેદાનમાં ઉતર્યો હતો. પહેલી ઓવરમાં પ્રભસિમરન સ્ટ્રાઈક પર હતો અને આ ઓવરમાં એક પણ રન ના આવ્યો. જે બાદ બીજી ઓવરની શરૂઆત વૈભવે પોતાની આક્રમક શૈલીમાં બાઉન્ડ્રી ફટકારી કરી.

દામ્બુલાની પિચ પર શ્રીલંકા A ના ફાસ્ટ બોલર શિરાઝે ભારતીય ઈનિંગની બીજી ઓવર ફેંકી. વૈભવ સૂર્યવંશીએ શિરાઝના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદ તેણે બીજા બોલ પર ડોટ બોલ રમ્યો અને ત્રીજા બોલ પર બીજો ચોગ્ગો ફટકાર્યો. બે ચોગ્ગા સાથે વૈભવે શિરાઝની ઓવરમાંથી નવ રન બનાવ્યા.

વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકા પ્રવાસ પર પોતાની આક્રમક શૈલીમાં ઈનિંગ શરૂ કરી. જોકે, તે લાંબો સમય ટકી શક્યો નહીં. તેની ઈનિંગ ફક્ત 12 બોલ ચાલી, જેમાં તેણે ત્રણ ચોગ્ગા સાથે 14 રન બનાવ્યા.

વૈભવ સૂર્યવંશી અને પ્રભસિમરન સિંહે 16 રનની ઓપનિંગ ભાગીદારી કરી, જેમાં વૈભવે 14 રનનું યોગદાન આપ્યું. બીજી જ ઓવરમાં પ્રભસિમરન સિંહ પણ ફ્લોપ રહ્યો અને 11 બોલમાં માત્ર 2 રન બનાવી આઉટ થયો. એકંદરે, ઈન્ડિયા A ની ઓપનિંગ જોડી શ્રીલંકા A સામેની પ્રથમ ODIમાં નિષ્ફળ રહી. (PC:PTI/X)
Published On - 3:50 pm, Tue, 9 June 26