Breaking News: શું ટીમ ઈન્ડિયાની જાહેરાત સાથે મોહમ્મદ શમીનું કરિયર પૂરું થઈ ગયું?

ઝડપી બોલર મોહમ્મદ શમીને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાંથી બહાર રાખવામાં આવ્યો હતો. શમીને ટેસ્ટ, વનડે અને T20 આ ત્રણેય ફોર્મેટમાંથી એકમાં પણ સ્થાન મળ્યું નથી, જે બાદ એ સવાલ ઊભો થયો છે કે શું શમીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી હવે સમાપ્ત થઈ ગઈ છે.

| Updated on: Oct 17, 2026 | 7:11 PM
1 / 8
ન્યૂઝીલેન્ડ પ્રવાસના ત્રણેય ફોર્મેટ માટેની ટીમોની જાહેરાત કરવામાં આવી છે. T20 ટીમની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ હતી, હવે વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે મોહમ્મદ શમીનો કોઈ પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

2 / 8
મોહમ્મદ શમી, જેણે એકલા હાથે ભારતને અનેક મેચોમાં જેટ અપાવી હતી, તેનું કરિયર હવે સમાપ્ત થઈ ગયું હોવાનું માનવામાં આવે છે. તે કદાચ ક્યારેય ટીમ ઈન્ડિયામાં પાછો નહીં આવે.

3 / 8
મોહમ્મદ શમીને બાદબાકી કરવાનું કારણ ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ભારતીય પસંદગીકારો હવે ભવિષ્ય માટે તેમના પેસ આક્રમણને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને તેથી જ ગુર્નુર બ્રાર, આકિબ નબી, અંશુલ કંબોજ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા ખેલાડીઓની ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પસંદગી કરવામાં આવી છે.

4 / 8
મોહમ્મદ શમી હવે 36 વર્ષનો છે, અને આ ઉંમરે ઝડપી બોલર માટે વાપસી કરવી મુશ્કેલ છે. ભુવનેશ્વર કુમાર ચોક્કસપણે વાપસી કરી ચૂક્યો છે, પરંતુ તેને T20 ફોર્મેટ માટે પસંદ કરવામાં આવ્યો હતો, જે ફોર્મેટમાં શમીએ સારું પ્રદર્શન કર્યું નથી.

5 / 8
મોહમ્મદ શમી છેલ્લે ભારત માટે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો, જ્યાં તેણે 74 રન આપીને 1 વિકેટ લીધી હતી. ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે ઘરેલુ ક્રિકેટમાં સતત વિકેટ લઈ રહ્યો છે.

6 / 8
શમીએ છેલ્લી રણજી ટ્રોફી સિઝનમાં 7 મેચમાં 37 વિકેટ લીધી હતી. તેણે વિજય હજારે ટ્રોફીમાં 7 મેચમાં 15 વિકેટ લીધી હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે 7 મેચમાં 16 વિકેટ લીધી હતી. તેણે દુલીપ ટ્રોફીની ફાઇનલમાં 7 વિકેટ લીધી હતી.

7 / 8
આ પ્રદર્શન સ્પષ્ટપણે દર્શાવે છે કે શમી હજુ પણ વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ પસંદગીકારોએ તેના પર વિશ્વાસ ગુમાવી દીધો છે. તેઓ હવે આગળ જોઈ રહ્યા છે, અને શમી હવે તેમની યોજનાઓમાં ફિટ બેસતો નથી.

8 / 8
શક્ય છે કે મોહમ્મદ શમી ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ ની જાહેરાત કરી શકે છે. (PC:PTI/X)

Published On - 6:59 pm, Sat, 17 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.