Breaking News : ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, શુભમન ગિલ ફિટ, T20 શ્રેણીમાં રમવા માટે તૈયાર

ભારત માટે સારા સમાચાર છે. દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી પહેલા શુભમન ગિલને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. તેને T20 શ્રેણીમાં રમવા માટે મંજૂરી મળી ગઈ છે.

| Updated on: Dec 06, 2025 | 5:47 PM
1 / 5
દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી પહેલા ભારત માટે સારા સમાચાર છે. ભારતનો T20 ટીમનો વાઈસ કેપ્ટન શુભમન ગિલ ફિટ થઈ ગયો હોવાના અહેવાલ છે. BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સે તેને T20 શ્રેણીમાં રમવા માટે મંજૂરી આપી દીધી છે.

2 / 5
દક્ષિણ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટ દરમિયાન ગિલને ગરદનમાં દુખાવો થયો હતો, જેના કારણે તેને ટીમમાંથી બહાર થવાની ફરજ પડી હતી. જોકે, તેણે હવે તેની ઈજામાંથી રિકવરી કરી લીધી છે.

3 / 5
શુભમન ગિલની ફિટનેસના આધારે દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણી માટે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ તે ટીમમાં પાછા ફરવા માટે જરૂરી પ્રોટોકોલમાંથી પસાર થયો હતો.

4 / 5
સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ટીમ મેનેજમેન્ટને મોકલવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે શુભમન ગિલે સફળતાપૂર્વક રિકવરી પૂર્ણ કરી છે અને તે ક્રિકેટના તમામ ફોર્મેટ રમવા માટે ફિટ છે.

5 / 5
શુભમન ગિલ ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો, પરંતુ હવે T20 શ્રેણીમાં તેના રમવા અંગેના તમામ સસ્પેન્સનો અંત આવી ગયો છે. (PC: PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.